અમદાવાદમાં ફાઈનલ મેચના દિવસે દર 12 મિનિટે દોડશે મેટ્રો ટ્રેન

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જી રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે AMC દ્વારા ખાસ મેટ્રો ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે. જે દર 12 મિનીટે દોડાવવામાં આવશે. જેની લોકોને સ્ટેડીયમ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. આ માટે મેટ્રો કાઉન્ટર પર સ્પેશિયલ પેપર ટીકીટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

દર 12 મિનીટે 1 મેટ્રો દોડાવવામાં આવશે

આ વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે દૂર દૂરથી પ્રેક્ષકો આવવાના હોવાથી તેને ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 19મી નવેમ્બરના રોજ યોજાનારી આ મેચ માટે દર 12 મિનીટે 1 મેટ્રો દોડાવવામાં આવશે. આથી મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે. જે બાદ બાકીના દિવસોમાં મેટ્રો ટાઇમટેબલ રાબેતા મુજબ રહેશે. 

પેપર ટિકિટની ખાસ વ્યવસ્થા

મેચ જોઇને પરત ફરતા લોકો માટે ટીકીટ ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પેપર ટિકિટની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ટીકીટ માટે મોટેરા મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ટીકીટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાંથી કોઈપણ સ્ટેશન સુધીનો ટીકીટ રેટ રૂ 50 રહેશે. આ સેવા માત્ર 19 નવેમ્બર રાત્રે 10 વાગ્યા સુધી જ માન્ય રહેશે, ત્યારબાદ ટોકન કે સ્માર્ટકાર્ડ માન્ય રહેશે નહિ.