ડભોઇની મહિલા કોન્સ્ટેબલના અપહરણના મેસેજથી દોડધામ

ડભોઇ તાલુકાના મોટાઅભીપુરા ગામેથી ડભોઇ પોલીસ સ્ટેશનની લેડીઝ કોન્સ્ટેબલ મણીબેન ઈશ્વરભાઈ ચૌધરી નું અપહરણ થયા હોવાનું ચર્ચામાં છે. ચાલતી ચર્ચા મુજબ આ મહિલા કોન્સ્ટેબલ ઘણા વખતથી ફરજમાં ગેરહાજર છે અને એક પરિણીત યુવાન સાથે રિલેશનશિપથી મોટા અભિપુરા રહેતી હતી ચર્ચાઓ મુજબ એનું આજે વહેલી સવારે અપહરણ થયું છે અને તેના પિયર પક્ષના લોકો જ લઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે. મહિલા કોનસ્ટેબલના અપહરણના પગલે જિલ્લા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.