કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના,

રાજ્યમાં દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થયો છે. તો આગામી ત્રણ દિવસ 17થી 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું છે. તો બે દિવસ બાદ તાપમાનનમાં એક ડિગ્રીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થયો છે. તો આગામી ત્રણ દિવસ 17થી 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું છે. તો બે દિવસ બાદ તાપમાનનમાં એક ડિગ્રીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારે મેચ દરમિયાન બપોરે 33થી 34 ડિગ્રી જ્યારે સાંજે 18 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે અમદાવાદ, અરવલ્લી, કચ્છ,પંચમહાલ,પાટણ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તો આણંદ, છોટાઉદેપુર,ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ ભરુચ, ભાવનગર, બોટાદ, નવસારી,સુરત, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ,પાટણ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન જોવા મળે છે. તો ભાવનગર,છોટાઉદેપુર, જામનગર, તાપી,વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.