ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામામાં ગઈકાલે મોડી રાતે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 23 લોકો માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે.

આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે. સિવિલ સોસાયટીના નેતા મૌરિસ મેબેલે મુસાઈદીએ કહ્યું કે હુમલાખોરોએ પહેલા ગામના લોકોને બાંધી દીધા હતા અને ત્યારબાદ ચપ્પા અને અન્ય હથિયારો વડે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના દરમિયાન કેટલાક ગ્રામજનો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. આ હુમલામાં સત્તાવાર રીતે મૃત્યુઆંક 19 હતો જે બાદ મૃત્યુઆંક વધીને 23 થયો છે.