ખંભાળિયાના બંગલા વાડીમાં પેવર બ્લોકનું કામ શરૂ થતા સ્થાનિકોને રાહત…
ખંભાળિયાના મહત્વના એવા બંગલા વાડી વિસ્તારમાં ઘણા સમયથી રસ્તાના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન હતા. અહીંના શક્તિનગર વિસ્તારના આ ભાગમાં આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સદસ્યો વિગેરેની જહેમતથી મંજુર થયેલા પેવર બ્લોકનું કામ શરૂ થતા આ વિસ્તારના રહીશોમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી હતી.

જે બદલ આ વિસ્તારના લોકોએ સરપંચ પુનમબેન મયુરભાઈ નકુમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં પ્રથમ વખત આ કામ શરૂ થતા શ્રીફળ વધેરીને એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.

સલાયામાં હિન્દુ સમાજનું સમૂહ ભોજન યોજાયું…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્વ. લક્ષ્મીદાસ ગોકલદાસ દાવડા પરિવાર દ્વારા સલાયા લોહાણા મહાજન વાડી ખાતે બપોરે સમસ્ત હિન્દુ સમાજના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજની આરતી ઉતારીને સમૂહ ભોજનનો પ્રારંભ કરાયો હતો.

આ તકે આયોજક પરિવારના હિતેશભાઈ દાવડા તેમજ કમલેશભાઈ અને મિલનભાઈનું સલાયા લોહાણા નવરાત્રી સમિતિના ઉપપ્રમુખ અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુભાઈ રિસ્કા દ્વારા પૂજન-અર્ચન કરાવાયું હતું.

ખંભાળિયાના અગ્રણીની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં વરણી…
ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી ડો.કે.જે. ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. માનવાધિકારને લગતા કોઈપણ પ્રશ્ન માટે કાર્યરત રહેતા કે.જે. ગઢવીને આ બાબતના કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના આગેવાનોની ગોવાના મુખ્યમંત્રી સાથે ખાસ મુલાકાત…
ખંભાળિયા તથા જૂનાગઢના આગેવાનોએ તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી સાથે ખાસ મુલાકાત લીધી હતી. ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા તેમજ જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સાથે અખિલ ગુજરાત માછીમારી મહામંડળના પ્રમુખ કિશોર કુહાડાએ ગોવાના ખાતે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે ખાસ મુલાકાત લીધી હતી. ગુજરાતના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ગોવાના મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં વિવિધ બાબતે મહત્વની ચર્ચા-વિચારણાઓ પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *