વાઘના સતત મૃત્યુથી વન્યપ્રાણી પ્રેમીઓની ઊંઘ હરામ થઈ ગઈ

મધ્યપ્રદેશનું વિશ્વ પ્રસિદ્ધ બાંધવગઢ ટાઈગર રિઝર્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વાઘના સતત મૃત્યુથી વન્યપ્રાણી પ્રેમીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો હતો. વન અધિકારીઓએ મૃત્યુનું કારણ પરસ્પર લડાઈ બતાવ્યું છે.

જંગલોમાં વાઘની સંખ્યા વધવાની સાથે પરસ્પર લડાઈના કિસ્સાઓ પણ વધ્યા છે. મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો હતો. પરસ્પર લડાઈમાં દોઢ મહિનામાં અહીં ત્રીજા વાઘનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ઉમરિયા જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં નવ વાઘના મોત થયા છે, જેમાંથી આઠ વાઘ બાંધવગઢમાં મર્યા અને આઠમાંથી ત્રણ માનપુર રેન્જમાં છેલ્લા એક મહિના અને દસ દિવસમાં મૃત્યુ પામ્યા છે. વાઘ એક યુવા નર હતો. માનપુર બફરના બીટ પટેહરા A ખાતે પેટ્રોલિંગ દરમિયાન તેનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેના પેટ પર લાંબા વાગેલા ઘાના નિશાન હતા, જે પરસ્પર લડાઈ દરમિયાન મજબૂત નખને કારણે થયા હોય શકે છે. 

વાઘના મોત બાદ માહિતી સામે આવી રહી છે કે આ વાઘ શનિવાર સાંજે માનપુર બફર રેન્જના પટેહરા બીટના પ્લાન્ટેશનમાં દેખાયો હતો. આ વાઘને જોવા માટે ગામના લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. સવારે આ બીટમાં વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મામલામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાઘના વારંવારના હુમલાથી નારાજ ગ્રામવાસીઓએ તેને લાકડીઓથી માર માર્યો હતો. જો કે વન વિભાગ દ્વારા આવી કોઈ વાતને સમર્થન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *