ભારત સરકારના  રેલ્વેમંત્રીને  નડીયાદ-કપડવંજ-મોડાસા રેલ્વે લાઈન ફરી શરૂ કરવા અંનત પટેલ સોનીપુરાવાળાની રજુઆત અનુસાર રેલવે લાઈન ૧૦૪ કી.મી.લાંબી આ રેલ્વે લાઈન પર નડીઆદ-કપડવંજ -મોડાસા રેલ્વે લાઈન વચ્ચે આઠેક જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે . 

અને ત્રણ વર્ષથી વધુ સમય અગાઉ નડીઆદ કપડવંજ-મોડાસા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડતી હતી અને તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મોટી સંખ્યામાં લોકો આ પેસેન્જર ટ્રેન નો લાભ લેતા હતા. પરંતુ સરકાર દ્વારા માર્ચ-૨૦૧૯ થી કોરોનાના કારણે આ પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી છે હવે જ્યારે ગુજરાત રાજ્યમાં અન્ય ટ્રેનો દોડવાની શરૂ થયેલ છે માટે નડીઆદ-કપડવંજ-મોડાસા પેસેન્જર ટ્રેન પુનઃ શરૂ કરવા માટે માંગણી કરાઇ છે.

નડિયાદ-કપડવંજ-મોડાસા રેલ્વે ટ્રેક ઉપર કુલ-૮૨ જેટલા ફાટકો આવેલા છે અને ૮ જેટલા રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવેલા છે. જેમાં નડીઆદ, મહુધા, મીનાવાડા રોડ, ભાનેર, કઠલાલ, કપડવંજ, વડાલી, કાશીપુરા, બાયડ અને મોડાસા નો સમાવેશ થાય છે. ગુજરાત રાજય માં કોરોના કાળ પછી આવી ઘણી પેસેન્જર ટ્રેનો શરૂ થઈ છે. જેમાં ખંભાત-આણંદ, આણંદ-ગોધરા, અમદાવાદ-હિંમતનગર નો સમાવેશ થાય છે.નડીઆદ-કપડવંજ-મોડાસા ટ્રેન પુનઃ શરૂ કરવામાં વિલંબ કેમ કરવામાં આવે છે? હાલ ની સ્થિતિએ વડોદરા ડિવિઝનમાં નડીઆદ-કપડવંજ-મોડાસા લાઈન ગુડઝ રેલ્વે લાઇન સૌથી વધુ આવક કરતી રેલ્વે ટ્રેક છે. જે તે સમયે દરરોજ ૧૨૫ થી વધુ પેસેન્જર તો ફક્ત કપડવંજ ના લાભ લઈ રહ્યા હતા. ત્રણ વર્ષ અગાઉ જ્યારે આ પેસેન્જર ટ્રેન પાટા ઉપર દોડતી હતી ત્યારે કપડવંજ સ્ટેશનથી પ્રવાસ કરનાર મુસાફરો ની સંખ્યા વિશેષ રહેતી હતી.અને ચાર ફ્રિકવેન્સી ધરાવતી આ ટ્રેન સુરત, વડોદરા, નડીઆદના પેસેન્જરો મળતા હતા. જેથી પેસેન્જરોના હીતમાં સદર રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા મારી વિનંતી.

 કપડવંજ થી નડિયાદ નું રેલ્વે માં ભાડુ ૧૦/- રૂપિયા થાય છે જ્યારે એસ.ટી.બસ માં રૂ.૨૯/- રૂપિયા થાય છે એવી રીતે વડોદરાનું રેલ્વે ભાડુ રૂ. ૨૫/- જ્યારે એસ.ટી.ની લોકલમાં ૬૦/- રૂપિયા થાય છે.આમ બસ ની મુસાફરી કરતા રેલ્વે ની મુસાફરી ઘણી સસ્તી પડે છે એટલા માટે તો મુસાફરો રાહ જોઇને બેઠા છે કે નડિયાદ-કપડવંજ-મોડાસા પેસેન્જર ટ્રેન ક્યારે દોડશે?

નડીયાદ-કપડવંજ-મોડાસા ૧૦૪ કી.મી.ની રેલ્વે લાઈન ઉપર ઈલેકટ્રીક લાઈન નાંખવાની કામગીરી પણ પુરી થઈ ગઈ છે અને ટ્રાયલ પણ લેવાઈ ગયો છે. મુસાફરો આશાવાદી હતા કે આવનાર દિવસોમાં આ લાઈન ઉપર ઈલેકટ્રીક એન્જીન દોડવાથી મુસાફરોનો સમય પણ બચશે.પરંતુ મુસાફર ટ્રેન દોડશે ક્યારે તે એક પ્રશ્નાર્થ છે. પેસેન્જર ટ્રેન કાર્યરત થાય તો જ મુસાફરો ને ફાયદો થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *