મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે આ અતિક્રમણ હટાવવા પર 10 દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે 10 દિવસ સુધી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કોઈ કામગીરી નહીં કરી શકાય. આ મામલે હવે આગામી સુનાવણી 1 અઠવાડિયા બાદ કરવામાં આવશે.

અતિક્રમણ શ્રીકૃષ્ણ જન્મભૂમિની નજીકમાં આવેલું છે 

માહિતી અનુસાર રેલવે દ્વારા આ અતિક્રમણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં અસંખ્ય મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી અને સ્ટે આપી દીધો હતો. આ અતિક્રમણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદની નજીકમાં જ આવેલ છે. સુપ્રીમકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી અને રેલવેને પણ નોટિસ મોકલી જવાબ માગ્યો છે. સાથે જ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *