મહારાષ્ટ્ર ખાતેની જમીનનો સસ્તામાં સોદો કરી આપવા તથા કોર્ટમાં કેસ પરત ખેંચવાના બહાને 25 લાખ પડાવી તથા મહિલા જમીન માલિકે જમીન સસ્તામાં આપવાના બદલે 35 કરોડની માંગ કરી જમીનનો દસ્તાવેજ ન કરી આપી 20 કરોડના ચેક લઈ તે ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ખોટા કેસ કરી છેતરપિંડી આચરવા મામલે બિલ્ડરે જમીન માલિક માતા પુત્ર અને મીડિયેટર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ત્રિપુટીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો પ્રમાણે, જુના પાદરા રોડ ખાતે રહેતા 62 વર્ષીય ગિરીશભાઈ શાહ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન લે વેચ તથા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, જમીન લે વેચ નો વેપાર કરતા સરોજબેન અમરીશભાઈ પટેલ (રહે- સત્યગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ) સાથે મારે ધંધાકીય વ્યવહાર હતો. સરોજબેનના પિતા અને મારા મિત્ર અમૃતલાલ પટેલએ વર્ષ 2018 દરમિયાન મને જણાવ્યું હતું કે, સરોજએ અમદાવાદની પ્રોપર્ટી વેચી હોય તે રૂપિયા સરોજના નામે મહારાષ્ટ્રમાં જમીન ખરીદી રોકાણ કરવા છે. જેથી હુંએ તેમને મહારાષ્ટ્રના ભીવંડી ખાતેની મારી પાસેની જમીન દેખાડી હતી. જેથી તેઓની દીકરીના નામે દસ્તાવેજ કરવાની જવાબદારી મને સોંપી હતી. અને તેમણે તેમના ખાતામાંથી જમીન ખરીદવા 25 કરોડ મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેનો હુંએ જમીન ખરીદવા તેમજ દસ્તાવેજ કરવા ઉપયોગ કર્યો હતો. ત્યારે જમીનના કબજાના 2.5 કરોડ તથા અન્ય જમીન ખરીદવાના નાણાં બાકી રહ્યા હતા. વર્ષ 2021માં અમૃતલાલ પટેલનું અવસાન થયું હતું. તે સમયે સરોજબેન તથા તેનો પુત્ર સૌમિલ અમરીશભાઈ પટેલ (રહે- સત્યગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ) એ મહારાષ્ટ્ર ખાતેની જમીન 35 કરોડમાં વેચવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ માતા પુત્ર અવારનવાર ભીવંડી ખાતેની તેઓએ ખરીદેલી જમીન મને 35 કરોડમાં પરત ખરીદવા દબાણ કરતા હતા. અને હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર (રહે- જલારામ સોસાયટી, વિજાપુર, મહેસાણા) એ પણ જમીન ખરીદવા આ પ્રકારે દબાણ કરતા હુંએ ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ  હિતેન્દ્રસિંહ મારી ઓફિસ પર આવી મને કહ્યું હતું કે, પિતાનું અવસાન થતાં સરોજબેનને આર્થિક તંગી ઊભી થઈ છે .જેથી જમીન વેચવા માંગે છે. અને હું મીડિયેટર તરીકે આ સરોજબેન ને સમજાવી જમીનનો સોદો સસ્તામાં કરી આપીશ. અને મીડિયેટર તરીકે દોઢ કરોડની માંગ કરી હતી. જેથી હુંએ હિતેન્દ્રને ટુકડે ટુકડે રૂ. 20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અને 20કરોડના ચેક લઈ ગયા બાદ તેઓની વાત કરવાની ઢબ બદલાઈ ગઈ હતી. અને મને ભીવંડી ખાતેની જમીનના બદલામાં રૂ.35 કરોડ આપવા જણાવી  જો હું તે રકમ ભરપાઈ ન કરું તો ચેક રિટર્ન કરાવી કોર્ટમાં 138 ના ખોટા કેસની ધમકી આપી હતી. વર્ષ 2022 દરમિયાન મને નોટિસ મોકલી મારી સામે 138 નો કેસ કર્યો હતો.

સિક્યુરિટીના બહાને 20 કરોડના ચેક લખાવ્યા

સરોજબેને ભીવંડી ખાતેની જમીનના દસ્તાવેજ માટે સિક્યુરિટી પેટે રૂ.10 કરોડનો ચેક મંગાવતા હુએ આપ્યો હતો. ત્યારબાદ સોમીલ પટેલે ફોન કરી કહ્યું હતું કે ,વકીલ દ્વારા 10 કરોડના ચેકના બદલે પાંચ પાંચ કરોડના બે ચેક આપવા જણાવ્યું છે. જેથી પાંચ પાંચ કરોડના બે ચેક લઈ જઈ 10 કરોડનો ચેક પરત કરવાની ખાતરી આપી હતી. 

મીડિયેટરે બિલ્ડરને જમીન સસ્તામાં પરત ખરીદવા 20 લાખ તથા કોર્ટના કેસ પરત ખેંચવા 05 લાખ પડાવ્યા

હિતેન્દ્રસિંહએ કહ્યું હતું કે, સરોજબેનને જમીન પેટે 35 કરોડ આપો અને 138 ના કેસો પરત લેવા સમાધાનના રૂ.20 લાખની માંગ કરી હતી. અને જો હું તેઓના કહ્યા મુજબ ન કરું તો અમદાવાદ ખાતે તારીખ ભરવા જઉં તો મને જોઈ લેવાની ધમકી આપી છે. જેથી હું એ કેસ પરત ખેંચવા વધુ પાંચ લાખ આપ્યા હતા. તેમ છતાં ચેક રિટર્ન કરાવી વકીલ મારફતે નોટિસ મોકલી 138 મુજબના કેસો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *