તમન્ના ભાટિયાની આગામી વેબ સિરીઝ ‘Aakhri Sach’ નું ટ્રેલર રિલીઝ

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ ગુરૂવારે રિલીઝ થઈ છે. જે બાદથી આ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ખૂબ રૂપિયા કમાયા તે બાદ પોતાના પહેલા દિવસના કલેક્શનથી ‘પીએસ 2’ ને પાછળ છોડી દીધી. ફિલ્મની એક્ટ્રેસ તમન્ના ભાટિયા ગીત કવાલિયા ના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ છે. હવે ફિલ્મ રિલીઝ થયાના એક દિવસ બાદ જ એટલે કે 11 ઓગસ્ટે તમન્ના ભાટિયાની આગામી વેબસિરીઝ ‘આખરી સચ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. 

પોલીસ અધિકારીના પાત્રમાં તમન્ના ભાટિયા

આ સિરીઝની મેઈન લીડ તમન્ના છે, જે એક આત્મહત્યાના મામલાના મુખ્ય તપાસ અધિકારીના પાત્રમાં નજર આવી રહી છે. પહેલી વખત એક્ટ્રેસ પોતાના કરિયરમાં પોલીસની વર્દી પહેરેલી જોવા મળશે. તમન્નાએ કહ્યુ, જ્યારે આખરી સચ મારી પાસે આવ્યુ તો આ એક એવી કહાની હતી જેણે મારા દિલને હચમચાવીને મૂકી દીધુ. આ પાત્ર મારા માટે ખૂબ ખાસ છે કેમ કે આ પહેલી વખત છે જ્યારે હું લોન્ગ ફોરમેટમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહી છુ. બીજી વાત આખરી સચ માં આન્યાની ભાવનાત્મક કમજોરી ખૂબ અલગ પ્રકારે જોવા મળી છે.

આ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે 

આખરી સચ માત્ર ડિઝ્ની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે. નિર્વિકાર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને રોબી ગ્રેવાલ દ્વારા નિર્દેશિત આ સિરીઝ સૌરવ ડે દ્વારા લખેલી છે. તમન્ના આ સિરીઝમાં અભિષેક બેનર્જી, શિવિન નારંગ, દાનિશ ઈકબાલ, નિશુ દીક્ષિત, કૃતિ વિજ અને સંજીવ ચોપડાની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. 

આ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળશે તમન્ના

આખરી સચ, જેલર અને ભોલા શંકર સિવાય એક્ટ્રેસ પાસે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. જેમાં મલયાલમમાં બાંદ્રા, તમિલમાં અરનમનઈ 4 અને જોન અબ્રાહમની સાથે હિંદીમાં વેદા સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *