દેવદૂત બનીને કમાલ ન કરી શક્યા અક્ષય કુમાર

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2 ફાઈનલી થિયેટર્સમાં આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની સાથે સની દેઓલની ગદર 2 પણ રિલીઝ થઈ છે. ગદર 2 ને બમ્પર ઓપનિંગ મળ્યુ છે તો OMG 2 ને ઠીક ઠાક ઓપનિંગ મળ્યુ છે. ફિલ્મ OMG 2 ની કહાની સેક્સ એજ્યુકેશન પર આધારિત છે. 

પહેલા દિવસે OMG 2 નું કલેક્શન કેટલુ છે?

ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં છે. પંકજ ત્રિપાઠીએ કાંતિ શરણ મુદગલનું પાત્ર નિભાવ્યુ છે. જેમની ભગવાન શિવમાં અતૂટ આસ્થા છે. યામી ગૌતમ વકીલ સંજના ત્રિપાઠીના કેરેક્ટરમાં જોવા મળી. ફિલ્મ OMG 2 નું પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યુ છે.  

બોક્સ ઓફિસના આંકડા અનુસાર અક્ષય કુમારની ફિલ્મ OMG 2 એ પહેલા દિવસે 9.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની કહાનીને જોતા ઘણા ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવુ છે કે OMG 2 આગામી સમયમાં સારી કમાણી કરી શકે છે. 

OMG ની સિક્વલ છે OMG 2

OMG 2 વર્ષ 2012માં આવેલી ફિલ્મ OMG ની સિકવલ છે. OMG માં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં અક્ષયે કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મ OMG ને બોક્સ ઓફિસ પર દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મની સફળતાને જોતા OMG 2 ને બનાવવામાં આવી છે.

સ્ટાર કાસ્ટની ફી શું છે

આ ફિલ્મનું ડાયરેક્શન અમિત રાયે કર્યુ છે. ફિલ્મ રિલીઝ પહેલા અલગ-અલગ કારણોસર સમાચારોમાં રહી છે. OMG 2 માટે અક્ષય કુમારને 35 કરોડ રૂપિયા મળ્યા છે. પંકજ ત્રિપાઠીને 5 કરોડ રૂપિયા, જ્યારે યામી ગૌતમે 3 કરોડ રૂપિયા ફી મળી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *