બે વર્ષ બાદ રજનીકાંતની ફિલ્મ જેલરે આવતાની સાથે ધમાકેદાર કમાણી કરી

બે વર્ષ બાદ રજનીકાંતની ફિલ્મ જેલરે આવતાની સાથે ધમાકેદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે. રજનીકાંતની મુવીને ઓપનિંગ ડે પર છપ્પરફાડ કમાણી કરી છે. થલાઈવાની ફિલ્મની ઈન્ડિયામાં નેટ કમાણી 43 કરોડથી વધારે રહી હતી.

જેલરે તોડ્યો રેકોર્ડ

સુપરડુપર કલાકાર રજનીકાંતે બે વર્ષ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે, અને તેની સાથે ઐતિહાસિક ઓપનિંગની આશા સેવાઈ રહી છે. જેલરે વર્લ્ડ વાઈઝ માર્કેટમાં પણ કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. જેલર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ કમાણીનો રેકોર્ડ બનાવી રહી છે. મુવીએ 95.78 કરોડનું કલેક્શન કર્યું છે. મુવીએ માત્ર તમિલનાડુમાં જ 29.46 કરોડની કમાણી કરી છે. જેલર બોલીવુડની ટોપ 3 ઓપનર ફિલ્મોમાં લિસ્ટેડ થઈ છે. રજનીકાંતનો જાદુ ફેન્સના માથે પર ચડીને બોલી રહ્યો છે, જેલર તમિલનાડુમાં 2023ની મોટામાં મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.

સિનેમાઘરોમાં આજે 3 ફિલ્મો વચ્ચે જોરદાર ચક્કર

ફિલ્મ જેલરનું ડાયરેક્શન નેલ્સન દિલીપકુમારે કર્યુ છે. આમા રજનીકાંત સિવાય મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ, કન્નડ સુપરસ્ટાર શિવા રાજકુમારે કેમિયો કર્યો છે. જેકી શ્રોફ, રામ્યા કૃષ્ણન, તમ્મના ભાટિયા અને વિનાયકનનો પણ મહત્નો રોલ રહ્યો છે. જેલરમાં મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદ્રએ કર્યુ હતું. જેલરના ગીતો Kaavaalaa અને ચાર્ટબસ્ટર પર ટ્રેંડ થઈ રહ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ અને પબ્લિકનો શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં આજે શુક્રવારના રોજ 3 ફિલ્મો વચ્ચે જોરદાર ચક્કર જામી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *