બિપાશાની દીકરીને જન્મ સાથે હૃદયમાં કાણું હતું

બિપાશા તેની દીકરી દેવી સાથેના ફોટા વારંવાર શેર કરતી રહે છે પરંતુ દેવીના ક્યૂટ ફોટા અને બિપાશાના હસતા ચહેરા પાછળની અત્યાર સુધીની વેદનાની હવે જાણ થઈ છે. બિપાશાની દીકરીને જન્મ સાથે જ હૃદયમાં બે છેદ હતા અને તે માટે તેણે આ બેબીી ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી છે. 

બિપાશાએ તાજેતરમાં નેહા ધૂપિયા સાથેની ચેટમાં પોતે આ સમયગાળા દરમિયાન કેવી વેદના અને સંતાપમાંથી પસાર થઈ તેની  વિગતો શેર કરી હતી. નેહાને આ વાત કરતાં કરતાં બિપાશા રડી પડી હતી. 

તેના જણાવ્યા અનુસાર બેબીને વેન્ટ્રીક્યૂલર સેપ્ટલ ડિફેક્ટ છે તેવું તબીબોએ કહ્યું ત્યારે તેના હોશકોશ જ ઊડી ગયા હતા. તે વખતે કોરોના વાયરસ ચાલતો હતો આથી તેની સાથે માતા-પિતા રહેતા ન હતાં. આ ઉપરાંત કરણ  ગ્રોવર પણ શૂટિંગ માટે બહાર હતો. આથી, તે ઘરે એકલાં એકલાં જ રડતી રહી હતી અને રાતોની રાતો સુધી ઊંઘી પણ ન હતી. કરણ પાછો આવ્યો તે પછી તેમણે તબીબી સલાહ અનુસાર ત્રણ મહિનાની રાહ જોઈ હતી અને છેવટે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. 

બિપાશાએ કહ્યું હતું કે અમારી માતા-પિતા તરીકેની સફર અન્યો કરતાં અલગ રહી છે. એક સ્માઈલ પાછળ કેટલીય પીડા છૂપાયેલી હોય છે પરંતુ તેનો કોઈને ખ્યાલ ાવતો નથી. નવાં નવાં મા-બાપ બન્યા ત્યારે ભારે ખુશી હોય છે પરંતુ આવી તકલીફ આવે ત્યારે ચહેરા પર હાસ્ય જાળવીને પણ તેનો સામનો કરવો પડે છે. 

બિપાશાની આ પોસ્ટ વાયરલ થયા બાદ સંખ્યાબંધ ચાહકોએ તેની સાથે સમસંવેદન પ્રગટ કર્યું છે અને તેને હિંમત બંધાવી છે. સાથે સાથે દેવીને સ્વાસ્થ્યની શુભાશિષ પાઠવ્યાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *