‘જગત જમાદાર’ને આંચકો, ફિચે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનો મોટો આંચકો લાગ્યો છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડીને AAAમાંથી AA+ કર્યું છે. આ પહેલા આવી જ ચેતવણી ચીન માટે પણ આપવામાં આવી હતી. 

આ ડેટા જૂના ડેટા પર આધારિત : અમેરિકન નાણામંત્રી

ફિચે પ્રેસ રિલીઝમાં જાણકારી આપતા કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં તિજોરીમાં ઘટાડો અને સરકાર પર વધતા દેવાના કારણે આ ઘટાડવામાં આવ્યું છે. અગાઉ 2011માં અમેરિકાના રેટિંગને ઘટાડવામાં આવ્યું હતું અને હવે એક દાયકા બાદ ફરીથી અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. ફિચની દલીલ છે કે છેલ્લા 20 વર્ષમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ ઘણી નબળી પડી છે. જોકે, અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલન આ રેટિંગ સાથે સહમત નથી. યેલનનું કહેવું છે કે આ ડેટા જૂના ડેટા પર આધારિત છે. ફિચે 2018થી 2020ના ડેટાના આધાર પર આ રેટિંગ આપ્યું છે. ફિચ કોઈપણ દેશને રેટિંગ આપે ત્યારે તેનું મહત્વ એટલા માટે હોય છે કારણકે આ રેટિંગ પરથી જ દેશમાં મૂડીરોકાણની દિશા નક્કી થાય છે. 

અમેરિકાએ જૂનમાં દેવાની મર્યાદામાં વધારો કર્યો હતો

અમેરિકન સરકારે જૂનમાં દેવાની મર્યાદા વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરી હતી. પરંતુ આ પહેલા અમેરિકાના બંને પક્ષો વચ્ચે લાંબી ટક્કર ચાલી હતી. આ કારણે, એક સમય એવો આવ્યો જ્યારે વિશ્વને ચિંતા થવા લાગી કે અમેરિકા ડિફોલ્ટ થઈ શકે છે. અમેરિકાના રેટિંગ ઘટવા પાછળનું આ સૌથી મોટું કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *