‘દિલ્હી સર્વિસ બિલને સમર્થન આપનારાઓ રાષ્ટ્રવિરોધી’ AAP નેતાએ YSR-BJD પર સાધ્યું નિશાન

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઠ્ઠાએ દિલ્હી સર્વિસ બિલને સમર્થન આપનારા YSR અને BJP પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડી મોટી પાર્ટીઓ છે અને બંને પક્ષો 2 મહત્વના રાજ્યો આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં રાજ્ય સરકાર ચલાવી રહી છે, તેમ છતાં તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની તમામ શક્તિઓ છિનવી લેવા માટે લવાયેલા વધુ એક બંધારણીય બિલનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. રાઘવ ચઠ્ઠાએ બંને પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, તેમની કોઈ મજબુરી હશે, જેના કારણે આ નિર્ણય લીધો.

…તો બિન-ભાજપી રાજ્યોની પણ શક્તિઓ છિનવી લેવાશે

તેમણે કહ્યું કે, જો આ કાયદો અને પ્રયોગ દિલ્હીમાં સફળ થશે, ભાજપ તેને દિલ્હીમાં લાગુ કરવામાં સફળ થશે તો ત્યારબાદ દેશના તમામ બિન-ભાજપ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. બિન-ભાજપી રાજ્યોની શક્તિઓ છિનવી લેવાશે… તેમણે બંને પક્ષો પર કટાક્ષ કરતા કહ્યું કે, અહીં માત્ર અમારું જ મકાન નથી… જો અમારા ઘરમાં આગ લાગશે… જો અમારી રાજ્ય સરકારની શક્તિઓ છિનવાશે તો તે દિવસો દૂર નથી… કેન્દ્ર સરકાર કે મારા રાજ્યોની સરકારોની પણ શક્તિઓ છિનવી લેશે… તેમણે કહ્યું કે સરમુખત્યાશાહી અને હિટલર શાહીમાં વિશ્વાસ રાખનારી કેન્દ્રમાં બેઠેલી સરકાર આવનારા દિવસોમાં તમારી અને તમામ રાજ્યોની શક્તિઓ છિનવી લેશે… 

ભાજપ 10 વર્ષથી અમારી શક્તિઓ છિનવવાનો પ્રયાસ કર્યો : રાઘવ ચઠ્ઠા

આમ સાંસદ રાઘવ ચઠ્ઠાએ કહ્યું કે, દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને ખુબ પ્રેમ કરે છે, તેથી તેઓ તેમને સતત મત આપતા રહ્યા છે. ભાજપ છેલ્લા 10 વર્ષથી અમારી શક્તિઓ છિનવી લેવાનો પ્રયાસ કર્યો… ક્યારે ઓર્ડિનન્સ લઈને આવ્યા… હવે નોટિફિકેશન લઈને આવ્યા… ક્યારે રાજ્યપાલને અમારી ઉપર છોડી દીધા… ઘણા પ્રકારની તપાસ કરવામાં આવી… જોકે આ દિલ્હીના લોકો છે, જેઓ અરવિંદ કેજરીવાલને સતત પ્રેમ કરતા રહ્યા અને આશિર્વાદ આપતા રહ્યા…

બિલને સમર્થન આપનારાઓેને ઈતિહાસ દેશવિરોધીના નામે યાદ રાખશે

મને લાગે છે કે, છેલ્લા 25 વર્ષમાં ભાજપે દિલ્હીમાં એક પણ ચૂંટણી જીતી શકી નથી, જેના કારણે તે ગુસ્સે ભરાઈ છે અને તેનો બદલો લેવા, દિલ્હીની જનતાને ગુલામ બનાવવા અને દિલ્હીના લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવી લેવા માટે ભાજપ આ બિલ લાવી છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ રાષ્ટ્રીય વિરોધી બિલ છે. જે લોકો આ રાષ્ટ્રવિરોધી બિલનું સમર્થન કરશે, ઈતિહાસ તેમને દેશવિરોધી તરીકે યાદ રાખશે… તેમણે કહ્યું કે જે લોકો બિલને પાડવામાં સહયોગ આપશે, તેમને ઈતિહાસ દેશભક્ત તરીકે યાદ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *