રિલીઝ થાય તે પહેલા અક્ષય કુમારની ફિલ્મ OMG 2ને મોટો ઝટકો

OMG-2 ફિલ્મની રિલીઝ થવાની તારીખ નજીક આવી રહી છે. આ ફિલ્મ આગામી 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે, પરંતુ હાલમાં આ ફિલ્મ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચક્કરમાં ફસાઈ ગઈ છે. લોકોના ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી ફિલ્મ ઓ માય ગોડ-2 ને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એક્ઝામિનિંગ કમિટીએ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ફિલ્મને ફરી જોવા માટે રિવ્યુઝિંગ કમિટી પાસે મોકલવામાં આવી હતી. રિવ્યુઝિંગ કમિટીએ ફિલ્મને પાસ તો કરી દીધી છે પરંતુ ફિલ્મમાં જો 20 કટ લગાવવામાં આવશે તો A સર્ટિફિકેટ આપવામાં આવશે તવો નિર્ણય કર્યો છે.

સેંસર બોર્ડે આપ્યો મોટો ઝટકો 

સેંસર બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ આ ફિલ્મ પર વાંધો ઉઠાવતા તેમાંથી 20 કટ આપવા માટે ફિલ્મ નિર્માતાને સુચના આપવામાં આવી છે. આટલું જ નહીં ફિલ્મને ‘A’ એટલે કે એડલ્ટ સર્ટિફિકેટ આપવાની વાત સેંસર બોર્ડની રિંવાઈઝિંગ કમિટીએ કરી હતી. રિવ્યુઝિંગ કમિટીએ ફિલ્મને પાસ તો કરી દીધી છે પરંતુ ફિલ્મમાં 20 કટ લગાવવામાં આવશે તો જ A સર્ટિફિકેટ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાંધાને લઈને ફિલ્મ મેકર્સ પોતાની વાત રજુ કરવા માટે સેંસર બોર્ડના સભ્યો સાથે મીટિંગ કરશે 

સ્વાભાવિક છે કે સેંસર બોર્ડ દ્વારા આપવામાં આવેલ તમામ સુચનો પ્રમાણે ફેરફાર કરવામાં આવશે ત્યારે જ ફિલ્મ OMG-2 ને સેંસર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. પરંતુ મળતી માહિતી પ્રમાણે CBFC દ્વારા આપવામાં આવેલા તમામ સુચનો પ્રમાણે ફેરફાર કરવા ફિલ્મ નિર્માતાને તૈયાર નથી. અને તેને લઈને ફિલ્મ મેકર્સ જલ્દીથી પોતાની વાત રજુ કરવા માટે સેંસર બોર્ડના સભ્યો સાથે મીટિંગ કરવા ઈચ્છે છે. હાલમાં આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે.