અમેરિકાની સત્તાના કેન્દ્ર ગણાતા કેપિટલ હિલમાં પહેલી હિન્દુ અમેરિકન સમિટનો પ્રારભ થયો છે. આ સંમલેનનુ આયોજન 14 જૂનના રોજ કરવામાં આવ્યુ છે. 

સંમેલન યોજવા પાછળનો આશય અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયને પડતી મુશ્કેલીઓ તરફ અમેરિકાની સરકાર તેમજ સાંસદોનુધ્યાન દોરવાનુ હતુ. 

આ સંમેલનને અમેરિકન ફોર હિન્દુઝ . . નામ આપવામાં આવ્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે આ સંમેલનની શરુઆત પ્રાર્થના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. આ દરમિયાન સંમેલનના આયોજક પૈકીના એક રોમેશ જાપરાએ કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મના જે પણ મૂલ્યો છે તે અમેરિકાના બંધારણની સાથે છે. ભગવદ ગીતામાં આ બંધારણનો પડઘો પડે છે ને એટલા માટે અમેરિકામાં રહેતા તમામ હિન્દુઓ અ્મેરિકાના લોકોના અવાજનુ સમર્થન કરે છે. 

તેમણે કહ્યુ હતુ કે, અમેરિકામાં રહેતા હિન્દુઓમાંથી બહુ સારા વૈજ્ઞાનિકો, ડોક્ટર અને બૌધ્ધિક ક્ષમતા ધરાવતા લોકો છે. આમ છતા રાજકીય ક્ષેત્રે હિન્દુઓને એટલી સફળતા નથી મળી અને એટલા માટે જ અમેરિકાના 20 જેટલા સંગઠનો એક સાથે આવ્યા છે. અમારા નેતાઓ અને આવનારી પેઢી રાજકીય ક્ષેત્રે ભાગીદારી કરી શકે તે માટે આ સંમેલનનુ આયોજન કરવામાં  આવ્યુ છે. 

તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની આગામી અમેરિકા યાત્રાને લઈને અમેરિકામાં રહેતા હિન્દુઓમાં બહુ ઉત્સાહ છે. તેઓ ભારતને દુનિયાના નકશા પર અલગ સ્થાન આપવા માટે સક્ષમ છે અને તેમના કારણે અમને પણ પ્રેરણા મળે છે.