રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત: સહાય માટે આ નંબરો પર સંપર્ક કરો

09:15 PM Update

  • બાયડમાં ભારે પવન સાથે વરસાદ
  • દરિયાઈ વિસ્તારોમાં 118 વૃક્ષો ધરાશાઈ
  • કચ્છમાં 7 પશુઓના મોત
  • મુંદ્રા, નખત્રાણામાં અનેક ઠેકાણે વીજપોલ, વૃક્ષો ધરાશાઈ

09:00 PM Update

  • મોડી રાત્રે લેન્ડફોલની પ્રક્રિયા પુરી થશે : મનોરમા મોહંતી
  • વાવાઝોડુ ટકરાયા બાદ હજૂ 4 કલાક સુધી રહેશે વધુ અસર, આગામી 8 કલાક કચ્છ માટે ભારે
  • દ્વારકા શહેરમાં અંધારપટ્ટ છવાયો, 700 વીજપોલ ધરાશાયી
  • બિપોરજોય વાવાઝોડાની અસર દરમિયાન ઓખા પોર્ટ યાર્ડમાં કોલસાના જથ્થામાં ભીષણ આગ લાગી 
  • જામનગર શહેર અને જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ : સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધીમાં જામજોધપુરમાં સૌથી વધુ વરસાદ 68 મિમી નોંધાયો છે જ્યારે જામનગરમાં 6 મીમી, કાલાવડમાં 49 મીમી, જોડીયામાં 15 મીમી, ધ્રોલમાં 29 મિમી અને લાલપુર 22 મિમી વરસાદ નોંધાયો…

08:35 PM Update

વાવાઝોડું ટકરાતા જ જુઓ કેવા થયા હાલ?

  • ભાવનગરમાં વાવાઝોડાએ બે માણસનો ભોગ લીધો છે. પશુઓને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા હોવાની માહિતી મળી રહી છે. 
  • કચ્છમાં આજે મોડી રાતે અતિભારે વરસાદની આગાહી
  • જ્યારે ઉત્તર ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આવતીકાલે સાંજ સુધી પવનની ગતિ સામાન્ય થવાની શક્યતા
  • વાવાઝોડું જખૌ પોર્ટથી  30  કિમી, કચ્છના નલિયાથી  70 કિમી, દ્વારકાથી 110 કિમી દૂર  છે.
  • જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
  • અનેક ઠેકાણે મોબાઈલના ટાવર ધરાશાયી
  • તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા
  • કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવન
  • માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો
  • પોરબંદરમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ
  • દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાના શરૂ
  • પવનની ગતિ અને તીવ્રતામાં ભારે વધારો
  • સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ
  • જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી

08:20 PM Update

અમદાવાદમાં આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની પરિસ્થિતિને કારણે નિર્ણય લેવાયો છે. 

CMએ સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સતત હવામાન વિભાગના અધિકારીઓ પાસેથી વાવાઝોડાં અંગે માહિતી મેળવી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *