બ્રિટનમાં પ્રિન્સ વિલિયમને સલામી આપવા માટે તૈનાત કરાયેલા સૈનિકોને ડ્રેસ કોડના કારણે ભારે મુસિબતનો સામનો કરવો પડ્યો હતો.
રાજવી પરિવારના પ્રોટોકોલ માટે તૈનાત કરાતા સૈનિકો ઉનમાંથી બનાવેલો લાલ રંગનો યુનિફોર્મ તેમજ રીંછની ચામડીમાંથી બનાવેલી ટોપી રહેરતા હોય છે.
આ યુનિફોર્મ બ્રિટનની ઠંડી માટે એકદમ અનુકુળ છે પણ પ્રિન્સ વિલિયમને સલામી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો ત્યારે ભીષણ ગરમી પડી રહી હતી અને તેમાં આ પ્રકારનો યુનિફોર્મ પહેરીને 1400 સૈનિકો તૈનાત થયા હતા.
લંડનમાં શનિવારે 30 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર નોંધાયુ હતુ. આ પ્રકારની ગરમીમાં 3 સૈનિકો પરેડ દરમિયાન બેશો થઈ ગયા હતા. એ પછી પ્રિન્સ વિલિયમે સૈનિકોને ઉત્સાહ વધારવા માટે કહ્યુ હતુ કે, હવામાન પ્રતિકુળ હોવા છતા તમારુ પ્રદર્શન ઘણ સારુ રહ્યુ હતુ.
બ્રિટનમાં દર વર્ષે સૈન્ય પરેડ થાય છે અને આ સૈનિકો તેનુ રિહર્સલ પણ કરી રહ્યા હતા. જેમાં પ્રિન્સ વિલિયમ હાજર રહ્યા હતા. આ પરેડ કિંગ ચાર્લ્સના જન્મદિવસની ઉજવણીના ભાગરુપે યોજાવાની છે.