ભાણવડના કારખાનેદારે કારીગરોને એકત્ર કરી, જાહેરનામાનો ભંગ કર્યો

જિલ્લામાં જાહેરનામા ભંગ અંગે 23 ફરિયાદ નોંધાઈ

Reporter : A wahid
+ 91 9904127302

ભાણવડમાં સિનેમા રોડ ઉપર હીરાનું કારખાનું ધરાવતા અશ્વિનભાઈ નાનજીભાઈ કણજારીયા નામના 42 વર્ષના સતવારા યુવાને પોતાના હીરાના કારખાનામાં 20 જેટલા કારીગરોને બેસાડી અને કોરોના અંગેની ગાઈડલાઈનનું ઉલંઘન કરાતાં પોલીસે ઉપરોકત આસામી સામે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી. કોરોના અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયા પોલીસે અનવર હસન સુરાણી, પ્રવિણસિંહ ભૂપતસિંહ વાઢેર,  સુભાષ ગિરધરભાઈ પરમાર, હિતેશ દેવાણંદભાઈ ખીટ, અને રાકેશ બાબુભાઈ મેર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે તાલુકાના વાડીનાર ગામે ઇશાક જુમાભાઈ ગજણ, અને હારુન અબ્બાસ ભાયા સામે તથા અલી હુશેન સમીર ઘાવડા સામે સલાયા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે ભાણવડમાં ધીરેન બોઘાભાઈ સિંધવ અને શૈલેષ અરશીભાઈ કેશવાલા સામે કલ્યાણપુરમાં અનિલ હરદાસભાઇ ધોકિયા, બાલગર હિરાદત રામદતી, જયસુખગર મોહનગર મેઘનાથી, અનીલગીરી ખિમગીરી અપારનાથી અને કાના વીરદાસ હરિયાણી સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ જ રીતે દ્વારકામાં રબારી મેરામણ લખમીર પરમાર અને ગજુભા સામરામા માણેક સામે ઓખામાં અમિત ચંદ્રકાંત ટંડેલ, પરમાર લાલુ માલાભાઈ અને અસરફ સુલેમાન સંઘાર સામે જ્યારે મીઠાપુરમાં સબીર સાલેમામદ ચંગડા અને નાનજી લઘુભાઈ પરમાર નામના શખ્સો સામે સ્થાનિક પોલીસમાં કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.