અમદાવાદ, તા. 8 ઇન્ટરનેટના ફેલાવાની સાથે તમામ લોકો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા થયા છે. જેના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉભી થઇ છે. લોકોને સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયું છે. એવા ઘણા લોકો હોય છે, જેઓ સતત સોશિયલ મીડિયામાં જ મગ્ન હોય છે. દિવસ રાત બસ સતત તેમને સોશિયલ મીડિયા ચેક કરવાની અને અપડેટ કરવાની બિમારી હોય છે. આવા લોકો સોશિયલ મીડિયાના કારણે ઘણી વખત બિમાર પણ થઇ જાય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર ક અતરંગી જાહેરખબર વાયરલ થઇ છે.
જાહેરાત લગ્ન માટેની છે, જે એક પરિવાર તરફથી આપવામાં આવી છે. ન્યૂઝ પેપરમાં આવે છે ને લગ્ન વિષયક જાહેરાત, તેવી જ. આ પરિવારને પોતાની પુત્રવધુની તમામ આદત મંજૂર છે, પરંતુ એક જ શર્ત છે કે તેને સોશિયલ મીડિયાની આદત ના હોવી જોઇએ. સામાન્ય રીતે આ પ્રકારની જે જાહેરાતો હોય છે તેમાં લખેલું હોય છે કે લાંબી, પાતળી અને ગોરી દુલેહન જોઇએ છે. વધારેમાં તેમાં ભણતરની શર્ત હોય છે. ત્યારે હવે એવું લાગે છે કે બદલતી દુનિયા સાથે દુલ્હન માટેના માપદંડ પણ બદલાઇ ગયા છે.
ટ્વિટર પર શેર થતી જાહેરાતના ફોટોમાં લખેલું છે કે દુલ્હન લાંબી, સુંદર અને પાતળી નહીં હોય તો પણ ચાલશે પરંતુ દુલ્હનને સોશિયલ મીડિયાની આદત ના હોવી જોઇએ. આ જાહેરાત સોશિય મીડિયા પર વાયરલ બની છે.