ઘરેથી કામ કરતી વખતે ઉંઘતા હોઈએ તેવુ લાગે છેઃ સત્યા નડેલા

નવી દિલ્હી, તા. 8 ઓકટોબર 2020, ગુરૂવાર દુનિયામાં કોરોનાની એન્ટ્રી થઈ તે પછી બિઝનેસ અને ઉદ્યોગ જગતમાં વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ ભારે પ્રચલિત બન્યો છે.આજે ભારત સહિત દુનિયામાં કરોડો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે.

જોકે ઘણા એવા પણ છે જે ઘરેથી કામ કરીને કંટાળી ગયા છે અને તેમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાનો પણ સમાવેશ થાય છે.તેમણે કહ્યુ હતુ કે, વર્ક ફ્રોમ હોમના કારણે એવુ લાગે છે કે જાણે ઉંઘમાં કામ કરી રહ્યા હોઈએ.સત્યાએ એક ઓનલાઈન ફોરમ પર કહ્યુ હતુ કે, ઓનલાઈન મિટિંગોથી કર્મચારીઓ થાકી જાય છે અને તેમના માટે કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે તાલમેલ જાળવવુ મુશ્કેલ બની રહ્યુ છે.એવુ લાગે છે કે, જાણે કામ કરતી વખતે આપણે ઉંઘતા હોઈએ.અડધા કલાકની વિડિયો મિટિંગમાં તો કર્મચારીઓ થાકી જાય છે.કારણકે આવી મિટિંગમાં બહુ ધ્યાન કેન્દ્રીત કરવુ પડે છે.

જોકે ભારતમાં તેનાથી ઉલટો પ્રવાહ હોવાનુ ઘણી કંપનીઓને લાગે છે.એક કોલ્ડ ડ્રિન્ક કંપનીએ તો કેટલાક કર્મચારીઓને કાયમ માટે ઘરેથી કામ કરવાની છુટ આપી દીધી છે.