પોરબંદરના એક વિધાર્થીએ રજી ઓકટોબર ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે બ્લેક બોર્ડ પર વપરાતા ચોકથી ગાંધીજીના ચશ્મા, લાકડી, ધડીયાળ, ચપ્પલ ચરખો તથા ટ્રેન બનાવીને લોક ડાઉનનો સદ ઉપયોગ કર્યો છે. પોરબંદરની જી.એમ.સી સ્કૂલમાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતા જીશાન ખાન જાહિદખાન પઠાણે કોરોના મહામારી વચ્ચે ઘરે રહીને પોતાનામાં રહેલા હુનરને બહાર લાવ્યો છે. બ્લેકબોર્ડમાં લખવા માટે વપરાતા ચોકનાં ઉપયોગથી અલગ અલગ વસ્તુઓ બનાવીને મહાત્મા ગાંધીજીને યાદ કર્યા છે.