છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી ફેલાઇ છે અને વિશ્ર્વના લગભગ તમામ દેશ તેની ઝપટે આવી ગયા છે તેમાં ભારત દેશમાં પણ છેલ્લા એક વર્ષમાં ખુબ મોટી માત્રામાં કોરોના કેસ જોવા મળ્યા છે અને ભારત દેશના વૈજ્ઞાનિકો દ્વારા ઇમરજન્સી વેકસીનને સફળતાપૂર્વક બનાવવામાં આવતા સમગ્ર વિશ્ર્વએ આપણા દેશની નોંધ લેવી પડી છે ત્યારે દેશમાં સરકારની ગાઇડલાઇન્સ મુજબ ચાલતા વેકસીનેશનમાં સૌ કોઇએ જોડાઇને વેકસીન લેવી જોઇએ જેથી થોડા સમયમાં આ મહામારીનો અંત આવી શકે તેવું પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ ખાતે વેકસીન લીધા બાદ જણાવ્યું હતું.
ભાગવત કથાના માધ્યમથી વિશ્ર્વભરમાં સુદામાપુરીને સુપ્રસિદ્ધ બનાવવારા રાષ્ટ્રીય સંત પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલમાં કોરોનાનું વેક્સીનેશન કરાવ્યું હતું. હોસ્પિટલના ટ્રસ્ટી એમ.જે. કોટેચા, એમ.ડી. તબીબ વાળા અને મેનેજર સુરેશભાઈ ચાવડા એ ભાઇશ્રી રમેશભાઇ ઓઝાને વેકસીન આપવા ની કામગીરીમાં જોડાયા હતા અને વેકસીન લીધા બાદ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃતિઓ ની માહિતીઓ મેળવી હતી અને ત્યારબાદ હોસ્પિટલના વિવિધ મેડીકલ મ ખાતે પણ નિરીક્ષણ કર્યુ હતું.