- એનીમલ હેલ્પલાઈન દ્રારા જીવદયા સંમેલન યોજાયું
- મેયર ડો.પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, હિરેનભાઈ ખીમાણિયા ,નયનાબેન વીનોદભાઈ પેઢડીયા, પોલિસ ઇનસ્પેક્ટર ગડુજી સહિતનાઓનું અભિવાદન કરાયું
- મુંબઈથી ખાસ પધારેલા ભરતભાઈ મહેતાનું વિશિષ્ટ સન્માન કરાયું.
સમગ્ર ભારતમાં સૌપ્રથમ પુર્ણ કક્ષાની,ભારતની સૌથી મોટી,ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ સંસ્થાનો એવૉર્ડ વિજેતા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત એનીમલ હેલ્પલાઈન દ્રારા છેલ્લા ૧૭ વર્ષથી સમગ્ર શહેર અને આસપાસનાં વિસ્તારોમાં પ લાખથી પણ વધુ અશકત, ઈજાગ્રસ્ત,અનાથ માદા–પશુ પક્ષીઓની વિનામુલ્યે સારવાર કરાઈ છે. હાલ દૈનિક ર૦૦ કરતાં વધુ જીવની ૯ એમ્બ્યુલન્સ અને બે બાઈક એમ્બ્યુલન્સ દ્રારા 24 કલાક ઓપરેશન સહિતની નિઃશુલ્ક સારવાર કરાઈ રહી છે. સંસ્થા દ્રારા બે શેલ્ટર ૧૦૦૦ જેટલા અબોલ જીવોની સંભાળ રાખી શકાય તે માટે વાવડી અને જામનગર રોડ પર ચાલુ કરાયાં છે.સંસ્થાનાં જીવદયાનાં આ વિશાળ કાર્ય અંતર્ગત 300 જેટલાં જીવદયાપ્રેમી દાતાઓ , કાર્યકરો, મિત્રો, દાતાઓનું સ્નેહમીલનનું આયોજન શ્રેયસ સ્કુલની બાજુમાં, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેડનગરની બાજુમાં, જામનગર રોડ, શેણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર–ગુજરાતની વિવિધ ગૌશાળા–પાંજરાપોળનાં વિકાસાર્થે કાર્યરત આદી જીન યુવક મંડળના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ મહેતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉપરાંત સંસ્થાના શ્રી જયેશભાઈ જરીવાલાએ પણ મુંબઈથી ખાસ શુભેચ્છા પાઠવી હતી. મેયર ડો.પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, હિરેનભાઈ ખીમાણિયા ,નયનાબેન વીનોદભાઈ પેઢડીયા, પોલિસ ઇનસ્પેક્ટર ગડુજી સહિતનાઓનું અભિવાદન કરાયું
સૌ જીવદયા પ્રેમી કાર્યકરો સાથે સંસ્થાના મિતલ ખેતાણી, રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ તેમ જ ચંદુભાઈ અને વિરાભાઈ હૂંબલ,જીવદયા ગ્રુપનાં સભ્યો,રાજકોટ મહાજન શ્રીની પાંજરાપોળનાં અરુણભાઈ દોશી,ચંદુભાઈ રાઈચુરા,ડો.સીમરીયા(જામનગર),
હાલમાં પણ સંસ્થા દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રની 40 જેટલી નાની-મોટી ગૌશાળામાં 50 લાખથી વધુ રકમનાં ખર્ચે ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કાર્ય’ અંતર્ગત અવેડા,ગમાણ,શેડ,દીવાલ,ફ્લોરિંગ,