પોરબંદરના : પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમા એકઠા થવા પર પ્રતિબંધ

પોરબંદર તા.૧૮, ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આગામી તા. ૨૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧ અને ૩થી૬ કલાક દરમિયાન ગૂ.મૂ. સેવા વર્ગ/૨ અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ૨ની સ્પર્ધાત્મક પરીક્ષા પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે.

આ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ ઉપર મુજબની તારીખ અને સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસનાં ૧૦૦મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવુ નહી, સરઘસો કાઢવા નહિ, સુત્રો પોકારવા નહિં કે અન્ય રીતે ઘોંઘાટ કરવો નહીં.

પરીક્ષા કેન્દ્રો () બાલુબા કન્યા વિધાલય (વિજ્ઞાન ભવન), હાર્મની હોટલ પાસે, એમ.જી.રોડ, પોરબંદર. () નવયુગ વિધાલય ભાવસિંહજી હોસ્પીટલ પાસે, પોરબંદર () શ્રીમતી જે.વી. ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલ (સેન્ટર), ખીજડી પ્લોટ સામે ગોઢાણીયા કેમ્પસ, એમ.જી રોડ, પોરબંદર, () શ્રીમતી જે.વી. ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલ (સેન્ટરબી), ખીજડી પ્લોટ સામે ગોઢાણીયા કેમ્પસ, એમ.જી રોડ, પોરબંદર, () શ્રી સરસ્વતી સાયન્સ સ્કુલ જલારામ કોલોની, HMP ગ્રાઉન્ડ સામે, પોરબંદર, () ચમ મેમોરીયલ ઇગ્લીશ મીડીયમ સ્કુલ ડી.એસ.પી.ઓફીસ પાછળ, ખારવા વિધાર્થી ભવન પાસે, પોરબંદર. () કે.બી. જોષી કન્યા વિધાલય છાંયા, મેઇન રોડ, છાંયા પોરબંદર. () સ્વામીનારાયણ હાઇસ્કુલ, છાંયા મેઇન રોડ, છાંયા પોરબંદર.

જાહેર સેવા આયોગની પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમા ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા પર પ્રતિબંધ

પોરબંદર તા.૧૮, ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આગામી તા. ૨૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૧ અને ૩થી૬ કલાક દરમિયાન ગૂ.મૂ. સેવા વર્ગ/૨ અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ૨ની સ્પર્ધાત્મક પરીક્ષા પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે.

આ પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ ઉપર મુજબની તારીખ અને સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસનાં ૨૦૦મીટરના વિસ્તારની હદમાં ફોટોસ્ટેટ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા નહિં તેમજ પરીક્ષા કેન્દ્રોના પરીસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી દુષણો ન થાય તે હેતુ થી મોબાઇલ, કેલક્યુલેટર કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ ઉપકરણો તેમજ ગેરરીતી થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.