યાતનામય/બિનજરૂરી વિભાગોમાં મહીલાકર્મીઓને બેસાડીને જીલ્લા વહીવટીતંત્રનું ઓરમાયું વર્તન

વરીષ્ઠ અગ્રણી શ્રી પુંજાભાઈ

સરકારી કામે બહાર જતાં અને જેમની પાસે પોતાનું ખાનગી વાહન ન હોય તેને તંત્રએ સરકારી વાહનની વ્યવસ્થા કરી આપવી જોઈએ અથવા આવા મહિલા કર્મીઓને સરકારી કામે ઓફીસ બહાર જવા પર ફરજ ન પડવી જોઈએ. પોરબંદર જીલ્લા વહીવટીતંત્રના લગભગ વિભાગો એવા છે જેને મોટાભાગે પોસ્ટ ઓફીસ, ટ્રેઝરી ઓફીસ કે અન્ય સરકારી ઓફિસોના ચક્કર સરકારી કામકાજ અર્થે લગાવવા પડે છે ત્યારે પોરબંદર જીલ્લા વહીવટીતંત્રમાં પહેલેથી મહિલા સુવિધાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે, કામમાં આળસ દાખવતા અથવા ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય તેવા પુરુષકર્મીઓ ઉચ્ચ અધિકારીઓની વાહવાહી કરી લેતા હોવાથી ઓફીસ બહાર જવાના આવા કામોમાંથી મુક્ત રહે છે , આથી જેમાં અધિક શ્રમ પડતો હોય તેવા કામ અથવા વિભાગ મહિલા કર્મીઓને સોંપી દેવામાં આવે છે.

ચૂંટણીની કામગીરીઓ, પગારબીલ અન્ય બીલો જેવા વિભાગ મહિલાકર્મીઓને આપતા અધિકારીઓને એમની યાતનાઓનો લગીરેય અહેસાસ હોતો નથી અને જો આ અહેસાસ હોત તો જીલ્લા વહીવટી વિભાગમાં જમીનશાખા જેવા વિભાગો પર મહિલા કર્મીઓની નિમણુંક કરવામાં આવતી હોત, આમ યાતનામય અને બિનજરૂરી વિભાગો પર મહીલાકર્મીઓને બેસાડીને પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર મહીલાકર્મીઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવે છે.

આ બાબતે આ અગાઉ ગુજરાત જનતા પંચાયત પાર્ટીના મહાસચિવ ભાર્ગવ જોશી, ગુજરાત સરકારમાં આવા ભેદભાવ વિષે અનેક વખત રજુઆતો કરી ચુક્યા છે ત્યારે ઉચ્ચ હોદાઓ પર બિરાજમાન અધિકારીઓ પણ મહિલા કર્મીઓનું સન્માન જાળવતા ન હોવાની અનેક ફરીયાદો સામે આવી છે એટલું જ નહી અમુક મહીલાકર્મીઓ સાથે તો આવા પુરુષપ્રધાન અધિકારીઓ (છાકતેલા) મહીલાકર્મીના પરિજનો સામે તેને અપમાન જનક ભાષામાં આદેશો કે હુકમો ફરમાવતા હોય છે ઘણી વખત મહીલાકર્મીનો કોઈ વાંક ન હોવા છતાં આવા ઠપકાઓનો કે ભેદભાવનો ભોગ બનવું પડતું હોય છે

ત્રણ દિવસ પહેલા જ પોરબંદર ઇલેક્ટ્રિક વિભાગના એક ઉચ્ચ અધિકારીએ સરાજાહેર એક મહીલાકર્મીને કામ બાબતે ખખડાવી રહ્યા હોવાના ઓફલાઈન સમાચાર અત્રે સાંપડ્યા છે, તો બે મહિના અગાઉ પોરબંદર જીલ્લા સેવાસદનમાં જ મહિલાઓના અપમાન બાબતે એક કિસ્સો સામે આવેલ હતો ત્યારે આ બાબતે શું આટલી બધી સત્તાઓ આવા અધિકારીઓને સરકારશ્રીએ આપી છે કે જેમાં મહીલાકર્મીના અપમાન કે સન્માનનો ફરક પણ તેઓને સમજાતો ન હોય? શું આવા નાના નાના પ્રશ્નો માટે પણ રાજકીય પક્ષોએ આંદોલનો કરવાના ? તેવા પ્રશ્નો પણ આથી ઉપસ્થિત થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોરોના વેક્સીન બાબતે જીલ્લા વહીવટીતંત્રએ લગભગ બધા કર્મચારીઓને ફરજ પાડેલ હતી અને જેઓએ દાદ ન આપી તેમની વિભાગીય બદલીઓ પણ કરવામાં આવી હોવાના રેકર્ડ ઉપરના દાખલાઓ છે, જો આવા મનઘડત આદેશને ન માને તો વિભાગીય બદલી કરી આપતા અધિકારીઓ મહિલાઓના સન્માન અને સારા વિભાગમાં બાટણી બાબતે કેમ પાવરધા નથી એ સવાલ પણ ઉત્પન્ન થાય છે. આથી જીલ્લા વહીવટીતંત્ર તાકીદે એક ઓફીસ સર્વે કરાવે અને જે મહીલાકર્મીઓ પાસે પોતાનું ખાનગી વાહન ન હોય તેને ઓફીસ બહાર કરવાની થતી સરકારી કામગીરીઓમાંથી મુક્ત કરીને ઓફીસ કલાકો દરમ્યાન આરામથી બેસીને ઓફીસ કામગીરી કરી શકાતી હોય તેવા વિભાગોમાં બદલી આપે જેથી તંત્રની અણઘડતાનો ભોગ મહીલાકર્મીઓને ન બનવું પડે અને આવા સ્થાને એ પુરુષ કર્મીઓને ફરજ સોંપવામાં આવે જેના કામગીરીના રીપોર્ટ એકદમ ખરાબ હોય અથવા જેના નામ લાંચ રીશ્વત જેવી બાબતો સાથે ખરડાયેલા હોય.

મહીલાકર્મીઓના સન્માન બાબતે પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર આમ પણ વર્ષોથી વગોવાયેલું છે ત્યારે આવી કોઈ રજૂઆત સરકારમાં કરવામાં આવે તો પણ એની અસર વર્તાતી નથી ત્યારે જાગૃત અગ્રણી અને વયોવૃદ્ધ નાગરીક તથા આમ આદમી પાર્ટી પોરબંદરના આગેવાન પુંજાભાઈ કેશવાલા જણાવે છે કે શું આવા વિષયો માટે  પણ કોર્ટમાં જવાનું ? આથી પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર તાકીદે એક ઓફીસનો ઇન્ટરનલ સર્વે કરાવે અને જે મહીલાકર્મીઓ પાસે પોતાનું ખાનગી વાહન ન હોય અથવા જેને વાહન ચલાવતા આવડતું ન હોય તેને ઓફીસ બહાર કરવાની થતી સરકારી કામગીરીઓમાંથી મુક્ત કરીને ઓફીસ કલાકો દરમ્યાન ઓફીસ કામગીરી કરી શકાતી હોય તેવા વિભાગોમાં બદલી આપે જેથી તંત્રની અણઘડતાનો ભોગ મહીલાકર્મીઓને ન બનવું પડે.

આવા પ્રશ્નો સામાજીક સ્તરને બૌ ઊંડી અસર કરતા હોય છે જેમ કે જે મહીલાકર્મી આવી સ્થિતિઓ છે અને એને વાહન ચલાવતા સુદ્ધા આવડતું નથી ત્યારે તેમણે યા તો પરીજનોની મદદ લેવી પડે છે અથવા તો તેના સાથી કર્મચારીની, ત્યારે એ સમસ્યાથી અન્ય સામાજીક સમસ્યાઓમાં કેવડા મોટા પ્રશ્નો ઉઠે છે તેની જાણકારી કે સમજ આવા અધિકારીઓને હોતી નથી આથી તંત્ર યા તો આવી કામગીરી સાથે જોડાયેલી મહીલાકર્મીઓને સરકારી વાહનની સુવિધા પૂરી પાડે અથવા તો આવા મહીલાકર્મીઓને તેવા વિભાગમાંથી મુક્તિ આપે અને તેવા વિભાગોમાં નિમણુંક કરે જ્યાં ઓફીસ બહાર કરવાની થતી કામગીરીની હાલાકી તેમણે વેઠવી ન પડે.

Sorce : Chief Editor