9 વર્ષ પછી દંપતીનો બન્યો દિલનો દસ્તાવેજ
કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ, હં કહં છે એક પલનો સાથ એટલે જન્મો જન્મનો અહેસાસ. આવા જ પ્રેમ રાજકોટના એક પ્રેમી યુગલે અહેસાસ કર્યો છે. 9 વર્ષ પછી આ દંપતિએ દિલનો દસ્તાવેજ બનાવ્યો અને તેના સાક્ષી થયા તેમના પરિવારજનો.
ફેબ્રુઆરીની શઆત સાથે જ પ્રેમની મૌસમ શ થઇ જાય છે. વસંતના વાયરા વચ્ચે વેલેન્ટાઇન દિવસની ઉજવણી માટે યુવા હૈયાઓ થનગને છે. રાજકોટમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. 9 વર્ષ પહેલા બે યુવા હૈયાએ ભાગીને અગ્નિની સાક્ષીએ લગ્ન કરી લીધા બાદ પરિવારની મંજૂરી માટે હવે એટલે કે વેલેન્ટાઇન-ડેની પૂર્વ સંધ્યાએ ફરીથી વિધિવત સપ્તપદીના વચને બંધાયા. 9 વર્ષ પછીની આ લવ સ્ટોરીમાં માતા-પિતાના લગ્નમાં બે બાળકો સાક્ષી બન્યા છે.
પ્રેમ વિશે ઘણું લખાયું છે પણ જયારે કોઇપણ પાત્ર પ્રેમમાં પડે ત્યારે રોમે રોમ પ્રેમ વહેતો હોય છે. એક તબકકે પ્રેમને પામવા માટે સમાજની વિરુધ્ધમાં પણ જવા માટે પ્રેમી હૈયાઓ તૈયાર થઇ જાય છે. એક દુજે કે લીયે બધુ જ છોડીને તેને પામવા માટેનું ઝનુન હોય છે. આવી સ્ટોરી પર અનેક ફિલ્મો બની છે, પણ જયારે આ ફિલ્મની કહાની રિયલ સ્ટોરી પણ બને છે. આજે વેલેન્ટાઇન-ડે પર આવા એક યુગલની કહાની રજુ કરીએ છીએ.
તુ યુંહી મેરા દામન થામે રખના…મેં મુઠ્ઠીભર ઉમ્મીદોથી કાયનાત જીત લૂંગી…આવી જ લવસ્ટોરીની ઘટના પણ અજીબો ગરીબ છે. પાડોશી દેશનું એક યુગલ કે જે તાજેતરમાં જ પરિવારની મંજૂરી મેળવવા માટે 9 વર્ષ પછી ફરીથી વિધિવત લગ્નગ્રંથીથી જોડાયું. રાધા અને કેશવનો પરિવાર પાડોશી દેશમાંથી કામ માટે રાજકોટ આવીને ઘણા વર્ષોથી વસ્યો છે. આ બન્ને યુવા હૈયાઓ એકજ સમાજના છે. તેમ છતાં પરિવારે લગ્ન માટે સહમતી દાખવી ન હતી.
એક જ દેશના અને એકજ ગામના હોવાથી અહીં પણ બાજુબાજુમાં રહેતા હતાં. વધતી વયની સાથે યુવાવસ્થામાં લાગણી હિલોળા લેતી હોય છે તેવી રીતે કેશવને રાધા સાથે આંખ મળી જતાં, સીધુ દિલ સાથે કનેકશન થઇ ગયું. કેશવના પ્રેમનો રાજી રાજી રાધાએ સ્વીકાર પણ કર્યો પરંતુ તેમની આ મરજીમાં હિન્દી ફિલ્મના માતા-પિતાની જેમ બન્નેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.
શુધ્ધ અને પવિત્ર પ્રેમ કે જે સમાજને ગાંઠતું નથી તેવી રીતે 9 વર્ષ પહેલા આ યુગલ પરિવારને અંધારામાં રાખીને ભાગી ગયું અને બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા. 9 વર્ષના આ દાંમ્પત્ય જીવનમાં એક 8 વર્ષની દીકરી અને એક વર્ષનો દીકરો પણ છે. બન્નેની લાગણી અને પ્રેમથી તેમનું જીવન મધુવન પણ બન્યું છે.
દીકરા-દીકરીના પ્રેમના બગીચામાં બે માસૂમ ફુલને જોઇ પરિવારજનો 9 વર્ષે રાજી રાજી થઇ ગયા. બન્ને કુમળા ફુલને નજર સામે મોટા થતાં જોઇ રાધા અને કેશવના માતા-પિતાએ પોતાની જીદ મુકી અને પ્રેમથી છલોછલ આ પરિવારને સ્વીકારવા તૈયાર થયાં, પરંતુ તેમની એક એટલી જ શરત હતી કે, રાધા અને કેશવના લગ્ન અમારી નજર સામે જ અને પરંપરાગત રીત-રીવાજ સાથે થાય.
જોકે, બેશુમાર પ્રેમ વચ્ચે આ યુગલે લાગણીથી છલોછલ પરિવારના દિલને જીતવા માટે શરતને માન્ય રાખી અને આ દંપતિ વેલેન્ટાઇનના વાયરા વચ્ચે ફરી પ્રેમી યુગલ બનીને પ્રેમની વસંતને ખીલવીને વેલેન્ટાઇન-ડેની પૂર્વ સંધ્યાએ શહેરમાં આવેલી એક હોટલમાં ધામધૂમથી, વાજતે-ગાજતે, વિધિવત્ત મંગળ ફેરા ફરી અગ્નિની સાક્ષીએ માતા-પિતાના આશિવર્દિ લઇ, સમાજ તરફથી મંજૂરીની મહોર તેમના પ્રેમના દસ્તાવેજ પર લગાવી.