રાજ્યસભાના સાંસદની બેઠકની ચૂંટણી યોજાનાર છે ત્યારે તેમાં પોરબંદર ભાજપના અગ્રણીને ટિકીટ ફાળવવા પોરબંદરથી માંગણી ઉઠવા પામી છે.
અભયભાઈ ભારદ્વાજના નિધન પછી ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકની ચૂંટણી માટે પોરબંદર ભાજપના અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ થાનકીને ટિકીટ ફાળવવા પોરબંદરથી રજુઆત થઈ છે. સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ સહીત રાણાવાવના અગ્રણી અને નિવૃત તાલુકા વિકાસ અધિકારી મોહનભાઈ થાનકી વગેરેએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સી.આર. પાટીલને લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે પોરબંદરના વિજયભાઈ થાનકીને ટિકીટ ફાળવો એવી અમારી લાગણી છે.
બચપણથી જ આર.એસ.એસ. સાથે સંકળાયેલા નિષ્ઠાવાન કાર્યકર સુશિક્ષીત છે અને ભાજપમાં જિલ્લા પ્રમુખથી માંડીને અનેક હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે, તેથી તેમને ટિકીટ ફાળવવામાં આવે તો તેમના જ્ઞાનનો લાભ ભાજપને વધુ સારી રીતે મળશે. બ્રહ્મસમાજના આગેવાનો ઉપરાંત પોરબંદરની અનેક સંસ્થાઓના હોદ્દેદારો, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લી., જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ, રબારી સમાજના ભુવાઆતા, પોરબંદર તળપદ બડર્ઈિ બ્રાહ્મણ જ્ઞાતિ, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ, ભાજપના કેટલાક આગેવાનો, દાઉદી વ્હોરા જમાત, અલગ-અલગ સમાજના અગ્રણીઓ, વી.જે. મોઢા એજ્યુકેશન ટ્રસ્ટ સહીત સૌરાષ્ટ્રની જુદી-જુદી સંસ્થાના આગેવાનોએ પણ આ રજુઆત કરી છે.