બંને લિવ ઈનમાં રહેતાં હોવાની ચર્ચા છે. વિજય દેવરકોંડાએ રશ્મિકાનું નામ લીધા વિના કહી દીધું કે પોતે હાલ સિંગલ નથી.
વિજય દેવરકોંડાએ પોતે હાલ રિલેશનશિપમાં હોવાની વાત કબૂલી લીધી છે. હવે રશ્મિકા મંદાના ક્યારે પોતાના પ્રેમની જાહેર કબૂલાત કરે છે તેની રાહ જોવાઈ રહી છે. વિજય અને રશ્મિકા લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. તેઓ સાથે સાથે ફરવા ગયાં હોય તેવા એકથી વધુ તસવીરી પુરાવા સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. જોકે, બંનેએ ક્યારેય તેમનાં સંબંધની કબૂલાત કરી નથી.
હવે એક સંવાદમાં વિજયે પોતે કબૂલ્યું હતું કે હું હાલ સિંગલ નથી. જોકે, તેણે રશ્મિકાનું નામ લીધું નથી. પરંતુ, તેના ચાહકોએ તે રશ્મિકા વિશે જ વાત કરી રહ્યો હોવાનું માની લીધું છે.રશ્મિકા હાલ કારકિર્દીના સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહી છે. તેની ‘પુષ્પા ટૂ’ સુપરહિટ જશે તેવી આગાહી અત્યારથી જ થઈ ચૂકી છે. આ અગાઉ તે ‘ેએનિમલ’ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. આ તબક્કે તે રિલેશનશિપની કબૂલાત કરે તે માટે સૌથી અનુુકૂળ સમય છે.