વાંચો તમારું 22 જૂન 2024નું રાશિ ભવિષ્ય

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમાં ધ્યાન રાખવું પડે. નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે વિલંબ જણાય.

વૃષભ : આપના કાર્યમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક વ્યવહારિક કામમાં આપે ઉતાવળ ન કરવી. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.

મિથુન : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

કર્ક : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

સિંહ : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.

તુલા : આપને સહકાર્યકર વર્ગ નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં તકલીફ જણાય. દેશ-પરદેશના કામમાં પ્રતિકૂળતા રહે.

વૃશ્ચિક :  સામાજિક વ્યવહારિક કામમાં આપને તકલીફ રહે. ખર્ચમાં વધારો થાય. નાંણાકીય છેતરપીંડીથી સાવધાન રહેવું પડે.

ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય.

મકર : રાજકીય સરકારી કામમાં આપની ગણત્રી ધારણા અવળી પડતાં ઉચાટ-ઉદ્વેગ અનુભવો. કોઇની ભૂલના લીધે ઠપકાના ભોગ બનવું પડે.

કુંભ : આપના કાર્યમાં ઉતાવળ કરવી નહીં. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. અગત્યના નિર્ણય લેવાનું મુલતવી રાખવું.

મીન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામમાં મન લાગે નહીં. ઘર-પરિવારની ચિંતામાં અટવાયા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *