મેષ : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. દિવસ પસાર થાય તેમ આપને બેચેની-વ્યગ્રતા અનુભવાય. ખર્ચ જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે અન્ય કામ રહેતાં દોડધામ શ્રમ રહે પરંતુ બપોર પછી આપને રાહત થતી જાય. કામનો ઉકેલ આવે.
મિથુન : પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય. બપોર પછી કામકાજ અંગેની વ્યવસ્થામાં વધારો થાય.
કર્ક : દિવસના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. બપોરથી આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.
સિંહ : દિવસની શરૂઆત સારી રહે. પરંતુ બપોરથી આપને કામ અંગેની ચિંતા રહ્યા કરે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા રહે. બપોર પછી પરદેશના કામકાજમાં સાનુકુળતા રહે.
તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થઇ શકે. જેમ દિવસ પસાર થતો જાય તેમ અન્ય કામમાં વ્યસ્ત થતાં જવું પડે.
વૃશ્ચિક : માનસિક પરિતાપ વ્યગ્રતામાં દિવસ પસાર થાય. કામકાજમાં મન લાગે નહીં. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી.
ધન : આપના કાર્યમાં સંતાનોનો સાથ રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય. બપોરથી આપને કામમાં પ્રતિકૂળતા રહે.
મકર : ઘર-પરિવાર, મિત્ર વર્ગ, સગા સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દિવસ પસાર થાય તેમ કામનો ઉકેલ આવતો જાય.
કુંભ : આપના કામમાં નોકર ચાકર વર્ગ સહકાર્યકર વર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ-પડોશના કામ અંગે દોડધામ રહે.
મીન : દિવસના પ્રારંભથી આપને ઉચાટ-ઉદ્વેગ રહે. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત શાંતિનો અનુભવ થાય.