કઝાખિસ્તાન ટ્રીપ વખતે માઠો અનુભવ એક ઈવેન્ટની આઘાતજનક યાદ તાજી કરી , તે વખતે તેને થપ્પડ મારવાની હિંમત ન હતી.
ટીવી એકટ્રેસ અવિકા ગૌરે પોતે કઝાખિસ્તાનની ભૂતકાળની મુલાકાત દરમિયાન તેના બોડી ગાર્ડ દ્વારા જ જાતીય સતામણીનો ભોગ બની હોવાનો ખુલાસો હવે કર્યો છે. અવિકાએ આ કડવી યાદ તાજી કરતાં કહ્યું હતું કે તે વખતે તે આ ગાર્ડનો વિરોધ કરવાની કે તેને થપ્પડ મારવાની હિંમત દાખવી શકી ન હતી. અવિકાના જણાવ્યા અનુસાર કઝાખિસ્તાનમાં એક ઈવેન્ટમાં તે સ્ટેજ તરફ જઈ રહી હતી ત્યારે તેના બોડીગાર્ડે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. તે વખતે તે ભારે ગભરાઈ હતી અને અવાચક બની ગઈ હતી. આ વખતે બોડી ગાર્ડે બીજી વાર પણ એ જ રીતે સ્પર્શ કર્યો ત્યારે પોતે તેનો હાથ પકડી લીધો હતો. અવિકાના જણાવ્યા અનુસાર ત્યારે બોડીગાર્ડે તેની માફી પણ માગી લીધી હતી. હું ત્યારે તેને તમાચો મારવાની કોશિશ કરી શકી ન હતી પરંતુ હવે મને લાગે છે કે હવે મારામાં એવી હિંમત આવી ગઈ છે. જોકે, હું ઈચ્છું છું કે એવો અનુભવ મને ક્યારેય ન થાય.