હૈદરાબાદ રેપ કેસ પરની દાયરા ફિલ્મમાં કરીના સાથે આયુષ્યમાન

મેઘના ગુલઝાર આ ફિલ્મ બનાવી રહી છે.સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થશે, આવતાં વર્ષે રીલિઝ કરાશે. 

કરીના કપૂર અને આયુષ્યમાન ખુરાના પહેલીવાર એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. મેઘના ગુલઝાર ૨૦૧૯ના હૈદરાબાદ રેપ કેસ પરથી ‘દાયરા’ નામની ફિલ્મ બનાવી રહી છે. તેમાં કરીના અને આયુષ્યમાન સ્ક્રીન શેર કરશે. હૈદરાબાદમાં ૨૦૧૯માં એક વેટરનરી ડોક્ટર યુવતી પર રેપના કિસ્સાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસના ચાર આરોપીઓને બાદમાં એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. 

મેઘનાએ આ વાસ્તવિક કેસ અંગે પૂરતું રિસર્ચ કરી લીધું છે અને તે હાલમાં પેપર વર્ક ફાઈનલ કરી રહી છે. સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ કરી દેવાશે. ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરી દેવાનો મેઘનાનો પ્લાન છે. મેઘના રિયલ ટાઈમ પાત્રો તથા કથાનકો પરથી ફિલ્મ બનાવવા માટે જાણીતી છે. તેણે આરુષિ તલવાર હત્યા કેસ પરથી ઈરફાન ખાન સહિતના કલાકારો સાથે ‘તલવાર’ ફિલ્મ બનાવી હતી. આ ઉપરાંત તેણે એસિડ એટેક સર્વાઈવર  લક્ષ્મી અગ્રવાલની કથા પરથી દીપિકાને લઈ ફિલ્મ ‘છપાક’ બનાવી હતી. ગયાં વર્ષે જ તેણે ભારતના એકમાત્ર ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની બાયોપિક ‘સામ બહાદુર’ ફિલ્મ બનાવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *