દિગ્દર્શક ગીતૂ અભિનેતા ની કેજીએફ ફિલ્મની ઇમેજને આ પ્રોજેક્ટમાંતોડવાના પૂરા પ્રયાસ કરશે.
અભિનેતા યશે કેજીએફ ચેપ્ટર ટુ ની સફળતા પછી લગભગ બે વરસે તેની આગામી ફિલ્મ ટોક્સિકની ઘોષણા કરી હતી. હવે આ ફિલ્મના શૂટિંગને લઇને અપડેટ આવ્યું છે. રિપોર્ટસના અનુસાર, યશ અને નયનતારાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલ તેઓ ભારતમાં જ શૂટિંગ કરી રહ્યા છે.સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ડાયરેકટ ગીતુ મોહનદાસે ૨૦૦ દિવસ માટે ટોક્સિકનું શેડયુલ નક્કી કર્યું છે. જેમાં ૧૫૦ દિવસોનું શૂટિંગ ભારતમાં કરવામાં આવશે અને આ પછી ફિલ્મની ટીમ લંડનમાં શૂટિંગ કરવા માટે રવાના થશે. કહેવાય છે કે, ફિલ્મસર્જકને અમુક દ્રશ્યોના શૂટિંગ રિયલ લોકેશન પર શૂટ કરવા છે. સૂત્રે જણાવ્યું હતું કે, ટોક્સિક ફિલ્મની તાસીર લગ જ હશે. દિગ્દર્શક ગીતૂ યશને અલગ જ રીતે પડદા પર ઉતારવા ઇચ્છે છે. ખાસ કરીને તેને યશની કેજીએફ ફિલ્મની ઇમેજ તોડવી છે અને આ ફિલ્મમાં તેની જરા હટકે ઇમેજ બનાવાનાપ્રયાસ કરશે. આ પહેલા આ ફિલ્મમા ંકરીના કપૂર ખાન કામ કરવાની હતી. ફિલ્મમાં તે યશના પાત્રની બહેનની ભૂમિકામાં જોવા મળવાની હતી. પરતુ યશ અને કરીનાની તારીખ ક્લેશ થતાં કરીનાએ આ ફિલ્મ છોડી દીધી અને તેના સ્થાને નયનતારાને લેવામાં આવી છે.
આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે.