2016માં ફિલ્મ સાઈન કરી હતી.
સનીએ ભૂતકાળમાં પણ અનેક નિર્માતાઓ સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાના આરોપ.
સની દેઓલે ૨૦૧૬માં એક ફિલ્મ સાઈન કરી તેના માટે પૈસા લઈ બાદમાં આ ફિલ્મનું શૂટિંગ નહીં કરીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ સૌરવ ગુપ્તા નામના એક નિર્માતાએ કર્યો છે. નિર્માતાના જણાવ્યા અનુસાર સની દેઓલે આ પ્રોજેક્ટને વર્ષો સુધી લટકાવ્યો હતો. ગયાં વર્ષે ‘ગદ્દર ટૂ’ સફળ થયા બાદ તેણે આ ફિલ્મનું શૂટિંગ સમૂળગું બંધ કરી દીધું હતું. નિર્માતાના આક્ષેપ અનુસાર સની સાથે ચાર કરોડમાં ડિલ થઈ હતી. સનીએ તબક્કાવાર સવા બે કરોડ રુપિયા સ્વીકાર્યા છે. ફિલ્મસર્જકે એમ પણ કહ્યું હતું કે સની દેઓલે ૨૦૨૩માં તેની કંપની સાથે એક સમાધાન કર્યું હતું, જેમા પણ તેણે છેતરપિંડી કરી હતી. અમે જ્યારે પેપર્સ વાંચ્યા ત્યારે,અમે જોયું કે વચ્ચેનું પાનું બદલાવી નાખવામાં આવ્યું હતું. આ બદલેવા પાના પર સનીએ ચાર કરોડની ફીના સ્થાને આઠ કરોડ રૂપિયા કરી નાખ્યા હતા અને પ્રોફીટમાં બે કરોડ રુપિયાનો હિસ્સો દર્શાવ્યો હતો. આ નિર્માતા બાદ સુનિલ દર્શન નામના અન્ય નિર્માતાએ પણ કહ્યું હતું કે સનીએ તેમની સાથે પણ આ પ્રકારે જ છેંતરપિંડી કરી છે. તેમણે કહ્યું હતું કે મારી ફિલ્મ ‘અજય’ માટે પણ સનીએ વિદેશમાં વિતરણના હક્કો મેળવ્યા હતા પરંતુ તેનું આંશિક પેમેન્ટ જ કર્યું હતું.