દીપિકાએ બહુ વખણાયેલો યલો ગાઉન રૂ. 34 હજારમાં વેચ્યો

ઈવેન્ટમાં પહેર્યાના 72 કલાકમાં વેચાણ.

સોશિયલ મીડિયામાં આ ગાઉન સાથેના ફોટા વાયરલ થયા હતા : નાણાં ચેરિટીમાં આપશે.

દીપિકાના યલો ગાઉન ધારણ કરેલા ફોટા થોડા દિવસો પહેલાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દીપિકાએ હવે આ ગાઉન ૩૪ હજાર રુપિયામાં વેચી દીધો છે. દીપિકાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે આ ગાઉનનું ૩૪ હજાર રુપિયામાં વેચાણ કર્યું છે. આ પૈસા એક ચેરિટીમાં ડોનેટ કરી દેવાશે. દીપિકાએ આ ગાઉન એક ઇવેન્ટમાં પહેર્યો હતો અને તેના ૭૨ કલાક પછી તેણે આ ગાઉન સોશિયલ મીડિયા થકી વેચી દીધો હતો. . તેની ટીમે દાવો કર્યો હતો કે  ફક્ત ૨૦ મિનીટમાં જ આ  ગાઉન વેંચાઈ ગયો હતો. દીપિકાએ  આ ગાઉન સાથે સોલ્ડ આઉટ એવું કેપ્શન ધરાવતી તસવીર પણ શેર કરી હતી. દીપિકા તેનાં વસ્ત્રોનું વેચાણ અવારનવાર કરતી રહે છે. તે આ પૈસા કોઈને કોઈ જાણીતી ચેરિટી  સંસ્થાને દાન આપતી રહે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *