સન ઓફ સરદાર ટૂમાં હિરોઈન તરીકે મૃણાલ ઠાકુર ગોઠવાઈ ગઈ

સોનાક્ષી સિંહાનું પત્તું કપાયું.    

વાર્તાના હિસાબે સોનાક્ષી ફિટ નહીં હોવાનું બહાનું સંજય દત્તનો રોલ સની દેઓલને ઓફર.

અજય દેવગણની  ફિલ્મ ‘સન ઓફ સરદાર’નો બીજો ભાગ બની રહ્યો છે. તેમાં હિરોઈન તરીકે મૃણાલ ઠાકુરની એન્ટ્રી થઈ છે. મૂળ ફિલ્મમાં સોનાક્ષી સિંહા હિરોઈન હતી. જોકે, હવે સર્જકોએ બીજા ભાગની વાર્તામાં સોનાક્ષી હિરોઈન તરીકે ફિટ બેસતી નથી તેમ કહી તેનુ ંપત્તું કાપી નાખ્યું છે. હાલમાં ઓટીટી પર રજૂ થયેલી સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા છવાઈ ગઈ છે અને તેની કેરિયરને જીવતદાન મળ્યું હોવાનું કહેવાય છે. તે પછી પણ ‘સન ઓફ સરદાર ટૂ’માંથી તેની બાદબાકી થતાં આશ્ચર્ય સર્જાયું છે. મૂળ ફિલ્મમાં સંજય દત્તે જે ભૂમિકા ભજવી હતી તે બીજા ભાગમાં સની દેઓલને ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, સનીએ આ ઓફર સ્વીકારી છે કે કે મ તે હજુ   સ્પષ્ટ નથી. અજય દેવગણ હાલ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઈન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનાં શૂટિંગ બાદ તે ‘સન ઓફ સરદાર ટૂ’નું શૂટિંગ શરુ કરે તેવી સંભાવના છે.