માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, એમ્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતી માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે તેમજ પેચ વર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, નાગરિકોની સલામતીને કેન્દ્રસ્થાને રાખીને હાઇવે પરથી પસાર થતાં ભારે વાહનો પર રેડિયમ લગાવવા તેમજ હાઇવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા અંગે સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, આવનાર સમયમાં ચોમાસું આવવાનું હોય જરૂરી રોડ સાયનીગ બોર્ડ લગાવી અને જરૂર પડે ત્યાં રીપેરીંગ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી કે.કે.કરમટા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરમાર, એ.આર.ટીઓશ્રી તલસાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.