ભોલેનાથના દર્શન કરવા અમરનાથ ધામ પહોંચી સારા અલી ખાન

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ભલે મુસ્લિમ હોય પરંતુ તે હિંદુ ધર્મને પણ ઘણું મહત્વ આપે છે. કારણ કે, તેમના માતા અમૃતા  હિન્દુ છે. ઘણીવાર અભિનેત્રી ભગવાન શિવની પૂજા કરતી નજર આવે છે. તાજેતરમાં જ તેણે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની યાત્રા કરી છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હાથમાં લાકડી લઈને અમરનાથ યાત્રા કરતી નજર આવી રહી છે. 

અમરનાથ ધામથી સામને આવેલા વીડિયોમાં સારા અલી ખાન બ્લૂ ટ્રેક સૂટ પહેરીને નજર આવી રહી છે અને તેણે પોતાના વાળો બાંધી રાખ્યા છે. આ સાથે જ એક્ટ્રેસે ગળામાં એક શોલ અને લાલ દુપટ્ટો પણ લાખ્યો છે. વીડિયોમાં સારા સાથે ખૂબ જ ભીડ પણ ચાલતી નજર આવી રહી છે. આ ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ પણ એક્ટ્રેસની સુરક્ષામાં તેની સાથે ચાલી રહ્યા છે.

આ અગાઉ સારાએ સોનમાર્ગથી પોતાની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે વાદીઓને એન્જોય કરતી નજર આવી હતી. આ ઉપરાંત એક તસવીરમાં તે પહાડોની ચાની મજા લેતી પણ નજર આવી હતી. તેની સાથે સારાએ ત્યાંના બાળકો સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. આ ફોટામાં સારા બ્લેક ટ્રાઉઝર સાથે મલ્ટી કલરનું જેકેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ અભિનેત્રીના ચાહકો તેના ફોટાને ખૂબ પસંદ કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં વિક્કી કૌશલ સાથે નજર આવી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન પણ કર્યું હતું.