ગોંડલમાં આખલાએ કલાક સુધી આતંક મચાવી 9ને ઢીંકે ચડાવ્યા

ગોંડલમાં રામજી મંદિર વિસ્તારમાં એક આખલો સવારના સમયે ભૂરાયો થયા બાદ લોકોને આડેધડ હડફેટે લઈ નવ જેટલા નાગરિકોને ઢીંકે ચડાવતા નાસભાગ મચી ગઈ હતી.

આજે સવારના સમયે રામ સાર્વજનિક હોસ્પિટલ નજીક રામજી મંદિર ચોકમાં અડીંગો જમાવીને બેસતા આખલો ભૂરાયો થયો હતો. અહીથી પસાર થતાં લોકોને ઢીંકે ચડાવી દેતા ભયનો માહોલ ખડો થઈ ગયો હતી. ચડાવી દેતા ભયનો માહોલ ખડો થઈ ગયો હતી. આ આખલો અરૂણકોલોની, કડવાણીનગર, રામજી મંદિર ચોકમાં દોટમ દોટ કરવા લાગતા તેનાથી બચવા લોકો આશ્રય સ્થાનો શોધવા લાગ્યા હતા. આખલાનો આતંક સતત દોઢથી બે કલાક સુધી ચાલ્યો હતો. આ પછી નગરપાલિકાના સેનિટેશન સ્ટાફે ટ્રેકટર અને કન્ટેનરની મદદથી મહાત કરી થાંભલે બાંધી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે ગોંડલમાં આખલાઓનો ત્રાસ એ બહુ જ જૂની સમસ્યા છે. આખલાઓના કારણે અગાઉ એક ઓઈલમીલર ઉદ્યોગપતિ સહીત ચાર વ્યકિતઓના મોત નીપજ્યા છે. કેટલાય લોકો આખલાની ઢીકથી ઘાયલ થયાના બનાવ બની ચૂક્યા છે. શહેરમાં આખલા યુદ્ધ રોજિંદી ઘટના બની ચૂકી છે. આખલાઓની આજુબાજુમાંથી પસાર થતી વખતે લોકો ખૂબજ સાવધાની રાખે છે આમ છતા લોકો આખલાઓના ટારગેટ બની જાય છે.
ગોંડલ નગરપાલિકાએ આખલાઓની સમસ્યામાંથી લોકોને છુટકારો અપાવવા ભગવતપરામાં જૂની મામલતદાર કચેરીની જગ્યામાં નંદીઘરનુું આયોજન કરી ગત રાતથી જ આખલાઓને એકત્ર કરવાની કામગીરી કરી વીસ જેટલા આખલાઓને નંદીઘરમાં પૂરી દીધા છે. ઘાસચારાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.