પૂજા હેગડેની ફી ચાર કરોડથી ઘટીને સીધી 70 લાખ

હજુ થોડા સમય પહેલાં એક ફિલ્મમાં કામ કરવા માટે ચાર કરોડની ફી માગનારી પૂજા હેગડેને હવે એક ફિલ્મ માટે માત્ર ૭૦ લાખની ઓફર થઈ છે. ઉપરાછાપરી ફલોપ ફિલ્મોના કારણે પૂજા તેની સ્ટાર વેલ્યૂ ગુમાવી બેઠી છે. 

સાઉથની એક ફિલ્મ માટે છેલ્લે પૂજાએ ચાર કરોડ માગ્યા હતા. નિર્માતાએ તેને રિજેક્ટ કરી અન્ય હિરોઈનને બે  કરોડ રુપિયામાં સાઈન કરી લીધી હતી. સાઉથની અન્ય એક ફિલ્મમાં પૂજાને એક આઈટમ સોન્ગ પૂરતો જ રોલ અપાયો હતો. તેના માટે તેને ફક્ત ૭૦ લાખ રુપિયા ઓફર કરાયા હતા. 

હજુ થોડા સમય પહેલાં જ પૂજાની સલમાન સાથેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ ફલોપ ગયા બાદ પૂજાની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. બહુ લાંબા સમયથી તેનો કોઈ મોટી હિટ ફિલ્મ મળી જ નથી.