સુહાના ખેડૂત બની ગઈ, 13 કરોડનું ફાર્મ લીધું

શાહરુખની દીકરી સુહાના ખાનની હજુ એક પણ ફિલ્મ રીલીઝ નથી થઈ ત્યાં તેણે પ્રોપર્ટીમાં કરોડોનું રોકાણ શરુ કરી દીધું છે. તેણે મુંબઈ નજીકના અલીબાગમાં ૧૩ કરોડનું ફાર્મ લીધું છે. આ ફાર્મ ખરીદવા માટે સુહાનાએ પોતે ખેડૂત હોવાનું દર્શાવ્યું છે. 

સુહાનાએ અલીબાગના થાલે ગામમાં દોઢ એકરની જમીન  લીધી છે. આ જમીન વીતેલા જમાનાનાં અભિનેત્રી દુર્ગા ખોટેના વારસદારોની હોવાનું કહેવાય છે. આ જમીની પાસે જ શાહરુખની સી ફેસિંગ પ્રોપર્ટી છે. 

 આ પ્રોપર્ટીનું  ગઈ તા. પહેલી જૂનના રોજ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેના માટે ૭૭.૪૬ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવી છે.સુહાનાની આ પ્રોપર્ટી સમુદ્ર કિનારા નજીક આવેલી છે.  દોઢ એકરની જમીનમાં ત્રણ બંગલા પણ બાંધવામાં આવેલા છે. 

સુહાના પહેલાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જૂહી ચાવલા ઉપરાંત શિલ્પા શેટ્ટી સહિતની બોલીવૂડ હસ્તીઓ પણ અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચુકી છે.