ગુજરાતના દરિયાકાંઠાઓ પર લેન્ડફોલની અસર શરૂ થઈ છે… રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે, તો ઠેકઠેકાણે મકાનોના છાપરા ઉછ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડું બિપરજોય બાદ ઉત્તર ગુજરાતના કેવા હાલ થશે તે અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો બીજી રાહતની વાત એ છે કે, આવતીકાલે સાંજ સુધીમાં પવનની ગતિ સામાન્ય થવાની પણ આગાહી કરી છે.

વાવાઝોડું કચ્છના દરિયામાં લેન્ડફોલ થયું

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું મોડી સાંજે કચ્છના દરિયામાં લેન્ડફોલ થયું હોવાનું સામે આવ્યું છે. વાવાઝોડું કચ્છનાં દરિયાકાંઠે ટકરાયા બાદ ભારે પવન ફૂંકાયો હતો. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા અહીં ઘણા મકાનોના છાપરાઓ ઉડ્યા હતા, તો વૃક્ષો પમ ધરાશાયી થયા હતા. વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ થાય બાદ તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડી રહ્યા છે.

નલિયાનાં જખૌમાં પણ વાવાઝોડું લેન્ડફોલ થયું

નલિયાનાં જખૌમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફલો થઈ ગયું છે. ત્યારબાદ 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જેનાં કારણે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ નલિયામાં વાવાઝોડાનાં કારણે પેટ્રોલ પંપને પણ નુકશાન થવા પામ્યું હતું.

અમરેલીમાં 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા

વાવાઝોડું ટકારાતાં જ અમરેલીના રાજુલામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સાથે જ 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા અને મકાનોને ભારે નુકસાન થયું છે.

મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થશે તેવી સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઇ ગઈ છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.