સૌરવ ગાંગુલીએ આ દિગ્ગજ ક્રિકેટરને ટેસ્ટ ક્રિકેટ રમવાની કરી અપીલ.

WTC Finalમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધુ. WTC Final માં ભારતને મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની ખૂબ ટીકા થઈ રહી છે. ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા અંગે એક ખાસ નિવેદન આપ્યુ છે. સૌરવ ગાંગુલીએ ખાસ કરીને એક ખેલાડીને ટેસ્ટ મેચ રમવાની અપીલ કરી છે. સૌરવ ગાંગુલીએ હાર્દિક પંડ્યાને અપીલ કરી છે. ગાંગુલી ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટ રમે. સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ”હાર્દિકને હુ ટેસ્ટમાં રમતો જોવા માંગુ છુ. ખાસ કરીને આવી વિકેટ પર તેઓ શ્રેષ્ઠ ક્રિકેટર છે. હુ આશા કરી રહ્યો છુ કે હાર્દિક મને સાંભળી રહ્યા હશે.”

આ સિવાય પૂર્વ કેપ્ટને પોતાની વાતને આગળ વધારતા કહ્યુ, ભારતની પાસે ટેલેન્ડનો ભંડાર છે, ઘરેલુ ક્રિકેટમાં અમુક શાનદાર ખેલાડી છે અને આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે તેમને તક આપશો. જયસ્વાલ હોય કે પાટીદાર, બંગાળના અભિમન્યુ ઈશ્વરન ઘરેલુ ક્રિકેટમાં ખૂબ રન બનાવે છે… શુભમન ગિલ યુવાન છે, ઋતુરાજ ગાયકવાડ અને મને આશા છે કે હાર્દિક પંડ્યા સાંભળી રહ્યા હશે. હુ તેમને ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા માંગુ છુ. 

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઓગસ્ટ 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં જ હાર્દિકે ટેસ્ટમાં રમવા અંગે કહ્યુ હતુ કે ”જો હુ ટેસ્ટ ક્રિકેટ રમવા ઈચ્છુ છુ, તો મારે આકરી મહેનતમાંથી પસાર થવુ પડશે, અને પછી પાછો આવીશ… હાર્દિકે કહ્યુ હતુ કે મને નથી લાગતુ કે મે ટેસ્ટમાં હજુ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે, મારે ટેસ્ટ રમવી હોય તો આકરી મહેનત કરવી પડશે.”

સતત બીજીવખત ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચીને મેચ હારી ગઈ છે. 2021માં કોહલીની કેપ્ટનશિપમાં ભારતને ન્યૂઝીલેન્ડે WTC Finalમાં 8 વિકેટથી હરાવી દીધુ હતુ.