રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન તેમની તબિયત ખરાબ થતાં તેમને પણ ચેન્નઈ લઈ જવા સુધીની ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આ પહેલા જ તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. ભીખાભાઈ વસોયાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 25 દિવસની સારવાર લીધા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમનું ઓક્સીજન લેવલ ઘટી જતાં તેઓ સારવાર હેઠળ જ હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે તેમના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હતું જેની સારવાર ચાલી રહી હતી. આ સારવાર તેમની શહેરની ગિરીરાજ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં આજે તેમની સ્થિતિ સવારથી ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તેમને જરૂર પડે તો ચેન્નઈ ખસેડવાની તૈયારી પણ કરવામાં આવી હતી. પરંતુ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.