ભાણવડ : Modi હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ

  • રેકાેર્ડ અનિયમિતતા અને નોટિસ આપ્યા બાદ તંત્રની કાર્યવાહી
  • જિલ્લામાં અન્ય મશીનધારકોને પણ રેકોર્ડ રાખવા ચેતવણી
wahid
Report : A wahid

ભાણવડમાં આવેલ મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ હોસ્પિટલમાં વિઝીટીંગ સ્ત્રીરોગ ડો.નિલેષ ગોરાણીયાને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા અગાઉ મંજુરી આપી હતી. પરંતુ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ સોનોગ્રાફી કરતી વખતે ડો.નિલેષ ગોરાણીયા દ્વારા ભરવામાં આવેલ ફોર્મ – એફ અને નિભાવવામાં આવતા રેકર્ડમાં ક્ષતિઓ જણાતા આરોગ્ય તંત્ર દ્વારા બે વખત તાકીદ કરી અને 2 નોટિસ આપવામાં છતાં યોગ્ય કરવામાં ના આવતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.

ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા “ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ , 1994 ” ઘડવામાં આવેલ છે. અને સમગ્ર દેશમાં તેના અમલીકરણ કરવામાં આવી રહેલ છે. અધિનિયમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરતા પૂર્વે ડોકટરએ સરકાર દ્વારા નક્કી કરેલ નિયતનમુનાવાળા ફોર્મ-એફ ભરવાના થાય છે અને કોઈ પણ જાતની ક્ષતિ વગર આનુષાંગીક રેકર્ડ નિભાવવાના થાય છે.

જિલ્લા દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોધાયેલ ડો.નિશિત આર . મોદી સંચાલિત મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ હોસ્પિટલમાં વિઝીટીંગ સ્ત્રીરોગ ડો.નિલેષ ગોરાણીયાને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા અગાઉ મંજુરી આપી હતી.

કાયદા હેઠળ સોનોગ્રાફી કરતી વખતે ડો.નિલેષ ગોરાણીયા દ્વારા ભરવામાં આવેલ ફોર્મ – એફ અને નિભાવવામાં આવતા રેકર્ડમાં ક્ષતિઓ જણાતા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની સૂચના અન્વયે તા. 03-04-2021 ના રોજ સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસર ભાણવડ દ્વારા ક્ષતિઓ વાળા રેકર્ડ જપ્ત કરી મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે . તેમજ વિઝીટીંગ સ્ત્રીરોગ ડો.નિલેષ ગોરાણીયાને મોદી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવેલ છે.

નિયમ અમલ કરવો : આરોગ્ય અધિકારી
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ -1994 અંતર્ગત જિલ્લામાં નોંધાયેલ સરકારી બિનસરકારી ડોકટરઓને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા તમામ મંજૂરી મેળવેલા ડોકટરોને તથા હોસ્પિટલોને ખાસ તાકીદ કરવામાં આવે છે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. – ડો. આર.બી. સુતરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દેવભૂમિ દ્વારકા.