મોરબીમાં સ્થિતિ ગંભીર, સોમવારથી મિનિ લોકડાઉન

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી એક વખત ફૂંફાડો માર્યો છે ત્યારે મોરબીમાં પણ દરરોજ નોંધપાત્ર કેસો સામે આવી રહ્યા છે જેને પગલે સોમવારથી મોરબીની બજારોમાં બપોર પછી બંધ પાડવામાં આવશે આ બાબત જાહેર થયા પછી બજારોમાં જરી સામાન ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે હાલ રાજ્યના અનેક શહેરોમાં રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે તો હવે કોરોની પરિસ્થિતિ જોતા અનેક શહેરો દ્વારા સ્વૈચ્છિક બંધના નિર્ણયો લેવામાંઆવી રહ્યા છે તેમાં હવે સિરામિક સિટી મોરબીનો ઉમેરો થયો છે વધી રહેલા કેસોને પગલે ગ્રેઈન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્યતેલ એસોસિએશન દ્વારા સોસાયટી બપોરે 2 વાગ્યા પછી બંધ પાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લામાં કોરોના અંકુશમાં ન આવે ત્યાં સુધી આ નિર્ણય અમલી બનશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ નિણર્ય અંગે કોઈ લેખિત પરિપત્ર જાહેર કરવામાં ન આવ્યો હોય અનેક વેપારીઓ આ બંધથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. તો આજે સવારે આ નિર્ણય જાહેર થતાં લોકોએ જરી સામાની ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા.