પોરબંદરમાં શિક્ષણ સહાયક ભરતી માટેના પ્રમાણપત્ર ચકાસણી કેમ્પ યોજાયો હતો. પોરબંદર જિલ્લામાં પસંદગી પામેલ 215 ઉમેદવારો માંથી 182 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમના પ્રમાણપત્રોની ચકાસણી માટે ટીમની રચના કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીઓ કરી હતી.

આ અરજી ફોર્મ ભરેલ ઉમેદવારોના પ્રોવિઝનલ મેરીટ બહાર પડવામાં આવ્યા હતા. તેઓના પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલ ખાતે ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાને પસંદગી પામેલ હોય તેવા 215 ઉમેદવારો માંથી 182 ઉમેદવારો હાજર રહેતા તેઓના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી હતી. જ્યારે 33 ઉમેદવાર કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા.

પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમની રચના કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કેમ્પ યોજાયો હતો.

By admin