ભાણવડ તાલુકાની જિલ્લા પંચાયતની એક બેઠક પરથી વિજેતા બનેલ કોંગી ઉમેદવાર અને તેના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. વીજય સરઘસ દરમિયાન કોંગી અગ્રણી રામસીભાઈ મારૂએ હાથમાં ખપારી લઇ રામશીભાઈ કારાવદરા નામના 35 વર્ષીય યુવાન ઉપર હુમલો કરતા અન્ય યુવાનો તેઓને રોકી લીધા હતા.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

પોલીસ દફતરેથી જાહેર થયેલ વિગત અનુસાર ફરિયાદી રામશીભાઈ અરજણભાઈ કારાવદરાને આરોપીઓ સામે પોતાની વાડીના ખેતરમાથી ધોવાણ અટકાવવા માટે રાખેલ પાણીના કાઢીયા બાબતે છેલ્લા ત્રણ વર્ષથી રેવન્યુ મેટર ચાલી રહી હોય જેનુ નિકાલ આવેલ ના હોય અને આ બાબતે અમદાવાદ હાઇકોર્ટમાં કેશ દાખલ હોય જેનુ મનદુખ બંને પક્ષો વચ્ચે ચાલતુ હતું.

આ બાબતનો ખાર રાખી આરોપીઓ રામશીભાઈ ગોવાભાઈ મારું, દિનેશ રમેશભાઈ મારુ, જીગરભાઈ રમેશભાઈ મારુ તથા દિલાભાઈ ભોજાભાઈ પાથર નાઓએ હાથમા ખંપારી તથા ધોકાઓ સાથે ધસી આવી હુમલો કરતા હાજર બદોબસ્તમા રહેલ પોલીસ તથા માણસો એ રોકી લઇ દુર લઇ ગયા હતા. એટલું જ નહીં ઉપરોક્ત આરોપીઓએ અપશબ્દોનો પ્રયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આજ તો તને ઢાળી દેવો છે ‘’ તેમ કહી ધમકી આપી હતી. પોલીસે રામશીભાઈ કારાવદરાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવ બનતા સમગ્ર જિલ્લા સહિત રાજકીય માહોલ ગરમાયો હતો.

By admin